તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
વેરાવળ-શાપરની પેઢીના ભાગીદાર દંપતિ વિરૂધ્ધ અદાલતમાં ફરિયાદ
છ લાખ ૩૦ હજારનો ચેક રિટર્ન થયા અંગે

રાજકોટ, તા. ૨૪: રૂા. ૬.૩૦-લાખના એલ્યુમીનીયમ ઈન્ગોટની ખરીદી પેટે આપેલ ચેક રીટર્ન થતા આરોપી સામે ફરીયાદ થતાં કોર્ટ આરોપીઓને હાજર થવા ફરમાન કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કોઠારીયાના હરીઓમ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં વિજયભાઈ આંબાભાઈ સોજીત્રા મહાદેવ સ્ટેમ્પીંગ ના નામથી પ્રોપરાઈટર દરજજે ઈલેકટ્રીક મોટર સ્પેરનું ટ્રેડીંગ અને મેન્યુફેચરીંગનો ધંધો કરે છે.
જયારે આ કામના આરોપીઓ મિત પ્રવીણભાઈ પોકર તથા મોસમીબેન મિતભાઈ પોકર ‘પરમેશ્વર એલ્યુકેબ' ના નામથી પાર્ટનર દરજજે રાજકોટના વેરાવળ-શાપર ના રાધે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં, ધંધો કરતા હોય તેઓએ ફરીયાદી પાસેથી ‘એલ્યુમિનીયમ ઈન્ગોટ'ના માલના માલની ખરીદી કરેલી જે માલનું બાકી રહેતુ પેમેન્ટ રૂા. ૬,૩૦,૯૫૯/- અંકે રૂપિયા છ લાખ ત્રીસ હજાર નવસો છપ્પન પુરા ચુકવવા માટે તેઓએ તેમની પેઢીના ખાતા વાળી એકસીસ બેંક લી., ભકિતનગર બ્રાંચ, રાજકોટનો ચેક આપેલ હતો. જે ચેક જમાં કરાવવા જતા ‘ફન્ડસ ઈન્સફીસીયન્ટ' ના શેરા સાથે પરત ફરેલ હતો. આમ ઉપરોકત રકમનો ચેક બિન ચુકતે પરત ફરતા નોટીસ મોકલાવેલી આમ છતા રકમ ન ચુકવતા વિજયભાઈ સોજીત્રાએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી જેમા ‘પરમેશ્વર એલ્યુકેબ' ના નામથી ધંધો કરતા મિત પ્રવીભાઈ પોકર તથા મોસમીબેન મિતભાઈ પોકર ને રાજકોટ ની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટે હાજર થવા અંગેનો સમન્સ ઈસ્યુ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ છે.
(2:40 PM IST)










