<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ગીર- સોમનાથ પોલીસ ડ્રગ્‍ઝના દૂષણને ડામવા સદાય કટીબધ્‍ધ

૨૬ જુન ‘વિશ્વ ડ્રગ્‍ઝ નાબુદી દિવસ' વીતેલા વર્ષોમાં દરિયાનો ખૂણો-ખૂણો ખૂંદી અંદાજે ૫૦૦ કરોડ ઉપરાંતનું ડ્રગ્‍ઝ અને આરોપીઓ પણ પકડાયા

(દિપક કક્કડ- મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણ તા.૨૪: સમગ્ર વિશ્વ ૨૬ જુને આંતરાષ્‍ટ્રીય ડ્રગ્‍ઝ નાબુદી દિવસ ઉજવે છે.

૧૯૮૭માં ડીસેમ્‍બર મહિનામાં સયુંકત રાષ્‍ટ્ર મહાસભાએ ઠરાવ્‍યું કે દર વર્ષે ૨૬ જુનના રોજ આ દિવસની ઉજવણી કરવી. જે ૧૯૮૯ થી ઉજવાતી શરૂ થઇ છે. ગીર-સોમનાથ જીલ્લાનો ૧૧૦ કિલોમીટર લાંબો દરિયો છે અને તે પણ ડ્રગ્‍ઝ નિકાસ કરતા દેશોની દરિયાઇ સરહદ નજીક હોઇ ગીર-સોમનાથ જીલ્લા પોલીસ તંત્ર પ્રથમથી જ સજાગ છે.

જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઇ., એલ.સી.બી. પી.આઇ તથા જીલ્લા પોલીસ અધિકારીઓ તેમજ સ્‍ટાફ તેમજ દરિયાઇ ગામોને જોડતા પોલીસ સ્‍ટેશનો આ દુષણ ડામવા વારંવાર લોકજાગૃતિ શિબિર, પોસ્‍ટર, બેનર, રેલી, રૂબરૂ મુલાકાતો દરિયામાં સરપ્રાઇઝ ચેકીંગ, મોકડ્રીલ જેવી અસરકારક કામગીરી બજાવી રહી છે.

રાષ્‍ટ્રનું યુવાધન જે આ વિસ્‍તારમાં હજુ યે આ દુષણથી સલામત છે તે ડ્રગ્‍ઝના રવાડે ન ચઢે અને આર્થિક- શારીરીક અને સામાજીક સહિતની બરબાદીઓનો ભોગ ન બને તે માટે કાયદાકીય પગલાઓ, પોલીસને બદદ કરના નાગરિકોને પ્રોત્‍સાહન અને સ્‍ટાફને એવોર્ડ કે પ્રશંશા સર્ટીફીકેટ પ્રોત્‍સાહન સાથે બિરદાવી આ દિશામાં મક્કમ પગલા લેવાયા છે. ડ્રગ્‍ઝ સામે સાવચેતી અને ભયસ્‍થાનો દર્શાવતી શોર્ટ ફિલ્‍મ કલીપ પણ પ્રસંગોપાત પ્રદર્શિત કરી લોક જાગૃતિ કરાતી રહે છે. ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી તથા સ્‍ટાફે વેરાવળ બંદર વિસ્‍તારમાંથી હેરોઇન ડ્રગ્‍સ આશરે ૫૦ કિલો જેની કિંમત આશરે ૨૫૦ થી ૩૫૦ કરોડ જેટલી થાય તે ત્રણ આરોપીઓ સાથેજયારે ઝડપેલ ત્‍યારે રાજયના પોલીસવડા વિકાસ સહાય ખુદ વેરાવળ આવી સમગ્ર સ્‍ટાફને અીભનંદન આપી એવોર્ડ-સર્ટીફીકેટ અને સન્‍માન કરેલ હતું.

ગીર-સોમનાથ પોલીસની ૨૦૨૨ની કામગીરી નોંધ અનુસાર ‘‘જીલ્લાનો મોટા ભાગનો વિસ્‍તાર દરિયાઇ સીમાને જોડતો હોઇ ડ્રગ્‍સની ઘુસણખોરી ન થાય જે અંગે બાજ નજર રાખી ચરસ, ગાંજા, મેફેડ્રીન ડ્રગ્‍સ હેરાફેરી કરતા ૭ ઇસમો પકડી કુલ કિંમત રૂપીયા ૪,૯૨,૭૧,૫૯૯નો મુદામાો કબ્‍જે કરેલ હતો.

તા.૪-૭-૨૪ના ૭૨ કરોડ રૂપીયાનું ચરસ સોમનાથ મરીન પોલીસ સામેના દરિયાકાંઠેથી બીનવારસી કબ્‍જે કરેલ. તેવી જ રીતે ઓગષ્‍ટ-૨૪માં સુત્રાપાડાના ધામળેજ ખાતેના દરિયાકિનારેથી ૩૦ કરોડનું ચરસ, સુત્રાપાડાના કુંભારીયા ગામે નજીક ૬૦,૫૦૦નું ચરસ જાન્‍યુ-૨૪માં પકડેલ હિરાકોટ બંદરેથી ૨૬.૪૫ લાખનું ચરસ સાથે એકની ધરપકડ કરેલ હતી.

આ ઝુંબેશમાં સ્‍થાનિક નાગરિકોનો પણ સહયોગ છે અને આ ઝુંબેશને આવકારી પણ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૫૦૦ કરોડથી ઉપરથી રકમનું અને ૧૨ થી ૨૦ જેટલા આરોપીઓ સાથે સફળ કામગીરી બજાવેલ છે.

આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઇ. એ.બી. જાડેજા, એસ.ઓ.જી. પી.આઇ. સિંધવ, જે.એન. ગઢવી, એચ.આર. ગોસ્‍વામી, વી.કે. ઝાલા, એમ.એન. રાણા સહિત સ્‍ટાફ સુંદર કામગીરી સાથે અગ્રેસર રહેલ છે

(11:53 AM IST)