તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
તાપીમાં ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાયા :વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવક વધી
ગ્રામીણ વિસ્તારમાં 9 જેટલા માર્ગ પર આવેલા લો લેવલ પુલ બંધ કરાયા: ભાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પણ જળમગ્ન થયો

તાપી: ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાયા છે. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે. હાલ ગ્રામીણ વિસ્તારમાં 9 માર્ગ બંધ હાલતમાં છે. 9 જેટલા માર્ગ પર આવેલા લો લેવલ પુલ બંધ કરાયા. સતત વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ભાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પણ જળમગ્ન થયો છે. લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્હવહાર માટે બંધ કરાયો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
