તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
અશાંતધારામાં આવતા વિમાનગર-અલ્કાપુરી સહિતના ક્ષેત્રમાં વિધર્મીને મિલકત વેચાણ નામંજુર કરો
૪૦થી વધુ સોસાયટીના લોકોનું સીટી પ્રાંત-૧ને આવેદનઃ બીજી વખત રજૂઆતો કરાઇ...

રાજકોટ તા. ર૪: શહેરની જીવનપ્રભા સોસા., છોટુનગર સોસા., નિરંજની સોસા., આસુતોષ સોસા., સિંચાઇનગર સોસા., આરાધના સોસા., સ્વસ્તિક સોસા., પ્રગતિ સોસા., ઇન્કમટેકસ સોસા., બેન્ક ઓફ બરોડા સોસા., અંજની સોસા., કૃષ્ણકુંજ સોસા., સૌભર સોસા., રેસકોર્ષ પાર્ક, વસુંધરા સોસા., અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસા., જાગૃતિ શ્રમજીવી સોસા., યોગેશ્વર પાર્ક સોસા., શ્રેયસ સોસા., નવયુગ સોસા., બજરંગવાડી સોસા., સુભાષનગર સોસા., ચુડાસમા પ્લોટ સોસા., નહેરૂનગર સોસા., રાજનગર સોસા., અલકાપુરી સોસા.ના રહેવાસીઓએ રાજકોટ સીટી પ્રાંત-૧ને આવેદન પાઠવી અશાંતધારા હેઠળના વિસ્તાર વિમાનગર, અલ્કાપુરી વિગેરેમાં વિધર્મીને મિલકત વેંચાણ ‘‘નામંજુર (REJECT)'' કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરની ર૮ જેટલી સોસાયટીમાં અશાંતધારો લાગુ પાડવામાં આવેલ છે, જે જાહેરનામા થયા તારીખથી ૦પ વર્ષ માટે (૧ર જાન્યુઆરી ર૦ર૬ સુધી) આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. છતાં સ્થાવર મિલકતનું હસ્તાંતરણ જિલ્લા કલેકટરની મંજુરી વગર કરવામાં આવશે તો તે રદ્દબાતલ ગણાશે.
અશાંતધારા હેઠળના વિસ્તારોમાં છોટુનગર, નિરંજની, આસુતોષ, સિંચાઇનગર, આરાધના, સ્વસ્તિક, પ્રગતિ, ઇન્કમટેકસ, બેન્ક ઓફ બરોડા સોસાયટી, દિવ્ય સિદ્ધિ, જીવનપ્રભા, અંજની, કૃષ્ણકુંજ, સૌરભ, રેસકોર્ષ પાર્ક, વસુંધરા, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન, જાગૃતિ શ્રમજીવી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ, નવયુગ, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરૂનગર, રાજનગર, અલકાપુરીનો સમાવેશ થાય છે.
ઉકત વિસ્તારો પૈકીની શ્રી જીવનપ્રભા કો.ઓપ.હાઉ.સોસા. લિ. રજીસ્ટ્રાર ઓફ સોસાયટીઝમાં વર્ષ ૧૯૭પથી નોંધાયેલ છે. જેમાં ૪૦ હિન્દુ સભ્યો પરિવાર સાથે વસવાટ કરે છે. તેમજ આ વિસ્તારને લાગુ પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, નિરંજની સોસાયટી, સૌરભ સોસાયટ,ી નવયુગ સોસાયટી, ઇન્કમટેક્ષ સોસાયટી, છોટુનગર સોસાયટી આશરે પ૦ વર્ષ કે તેથી વધુ વર્ષથી રજીસ્ટર્ડ થયેલ છે. અને તેમાં હજારો હિન્દુ પરિવારો ૪ કે તેથી વધુ દાયકાઓથી વસવાટ કરે છે. અશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારોમાં આવેલ મિલકતોનું વિધર્મીઓને વેંચાણ થતું અટકાવવા અંગે આ અગાઉ આપને અરજી કરવામાં આવેલ છે.
અરજદાર વીમાનગર-૧/૩નો ખુણો, રૈયા રોડ, રાજકોટ વિ.ની તા. ર૮/૦૪/ર૦રપની અરજી (નકલ સામેલ છે) ના અનુસંધાને તેમની મિલકતનું વિધર્મીને વેંચાણ કરવા માટે આ સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત છોટુનગર, નિરંજની, આસુતોષ, સિંચાઇનગર, આરાધના, સ્વસ્તિક, પ્રગતિ ઇન્કમટેકસ, બેન્ક ઓફ બરોડા સોસાયટી, અંજની, કૃષ્ણકુંજ, સૌરભ, રેસકોર્ષ પાર્ક, વસુંધરા, અવંતિકા, પાર્ક, જનતા જનાર્દન, જાગૃતિ શ્રમજીવી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ, નવયુગ બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરૂનગર, રાજનગર, અલકાપુરીના રહેવાસીઓનો ઉગ્ર વિરોધ છે જે ધ્યાને લઇ અશાંતધારા હેઠળ આવતા, આ વિસ્તારમાં ઉપરોકત મિલકતના કે અન્ય મિલકતોના થયેલા/થનાર ‘‘નામંજુર (REJECT)'' કરવા આપને વિનંતી છે. (૭.રપ)
જય રામનાથઃ મનપા પદાધિકારીઓની
મંદિરની પવિત્રતા જાળવવા,સફાઇ રાખવા સૂચના
વરસાદી પાણી ભરાવા સમયે વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખાસ તાકીદ
ભાજપના સત્તાધીશો માત્ર કરે છે મુલાકાત ભાવિકો જોઇ રહયા છે નક્કર પગલાની રાહ!
રાજકોટઃ તા.૨૪: શહેરના વર્ષો જુના પૌરાણીક અને પવિત્ર ‘સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર' ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા આ સ્થળની પવિત્રતા જળવાય તે માટે સમયાંતરે નિયમિતપણે સઘન સફાઇ કરવા પણ સુચના આપવામાં આવે છે.
આજરોજ સ્થળની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવા માન.મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતાલીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકમનીષભાઇ રાડીયા સહિતના પદાધિકારીઓ તથા વોર્ડ નં.૭ના કોર્પોરેટરશ્રીઓ દેવાંગભાઇ માંકડ, વર્ષાબેન પાંધી તેમજ જયશ્રીબેન ચાવડા દ્વારા મુલાકાત લેવામાં આવેલ.
આ સમયે સબંધકર્તા અધિકારીશ્રીઓ આસીસ્ટન્ટ કમિશનરશ્રી એસ.જે. ધડૂક, સીટી એન્જીનીયર (સેન્ટ્રલ ઝોન) અતુલભાઇ રાવલ, પર્યાવરણ ઇજનેર પ્રજેશભાઇ સોલંકી, આરોગ્ય અધિકારીજે.એલ. વંકાણી, સીટી એન્જીનીયર (રોશની) બી.ડી.જીવાણી, સહિતના અધિકારીઓ તથા સબંધકર્તા વિભાગના કર્મચારીઓને સાથે રાખી જોઇન્ટ વિઝીટ કરવામાં આવેલ હતી,
જે દરમ્યાન સ્થળ તથા આસપાસના વિસ્તારની સફાઇ વ્યવસ્થા તેમજ ચોમાસાની ઋતુને અનુલક્ષીને જરૂરી બાબતો અંગે સમિક્ષા કરવામાં આવેલ હતી. સાથોસાથ ચોમાસા દરમ્યાન પાણી ભરાવા સમયે પણ ઉક્ત સ્થળે સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહે અને આ પવિત્ર સ્થળની મુલાકાતે આવનાર શ્રધ્ધાળુઓની સુરૂચિ ભંગ ન થાય તે સુનિヘતિ કરવા જરૂરી વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુચના આપેલ. આ સમયે ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતા, સંદિપભાઇ ડોડીયા તેમજ સ્થાનિકો પણ ઉપસ્થિત રહેલ.
આ સ્થળે જરૂરી સ્વચ્છતા જળવાઇ રહે તે સહિતની વ્યવસ્થા અંગે આગામી સમયમાં પણ પદાધિકારીઓ દ્વારા સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
(3:48 PM IST)










