<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

વલસાડના નેશનલ હાઈવે 48 પરના આ દ્રશ્યો જોતા હાઈવે જાણે ટાપુમાં ફેરવાયો

પારડીના બગવાડા ટોલનાકા પહેલાના માર્ગ પર પણ જળબંબાકારની સ્થિતિ :અમદાવાદ-મુંબઈ ટ્રેક પર પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી; 5થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ

વલસાડના નેશનલ હાઈવે 48 પરના આ દ્રશ્યો જોતા હાઈવે જાણે ટાપુમાં ફેરવાયો હોય તેવુ લાગી રહ્યુ છે. સમગ્ર હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. પારડીના બગવાડા ટોલનાકા પહેલાના માર્ગ પર પણ જળબંબાકારની સ્થિતિ છે. અમદાવાદ-મુંબઈ ટ્રેક પર પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. પાણીના કારણે અહીં 5થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ લાગ્યો છે

   વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ તાંડવ જોવા મળ્યું. સમગ્ર જિલ્લાને મેઘરાજાએ જળતરબોળ કરી નાખ્યો. ભારે વરસાદે વાપી શહેરના હાલ બેહાલ કરીને રાખી દીધા છે. જિલ્લામાં સતત વરસેલા વરસાદને પગલે જળ ત્યા સ્થળની સ્થિતિ સર્જાઈ છે.  


 


 

(7:01 PM IST)