News of Tuesday, 24th June 2025
દિવ્ય સફર : પારસથી પારસ મુનિ હવે પારસમણિ
પ્લેન દુર્ઘટનાથી માંડીને બ્લેક મેજિક સુધીના મુદ્દાઓ પર ગુરૂદેવ દ્વારા ચર્ચા : ચિંતનની ઉંચાઇ અને સાધનાની ઉંડાઇએ બિરાજતા પૂજ્ય પારસમુનિજીએ યુવાવર્ગ માટે અસરકારક ાા ૐ ાા પ્રયોગ દર્શાવ્યોઃ વ્યસન છોડો, ૐ તરફ વળો

રાજકોટ, તા. ર૩: ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં કળપાપાત્ર સુશિષ્ય સદગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મહારાજ સાહેબનો આજે તા.૧૬ ના રોજ ૪૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબનું મૂળવતન રાજકોટ થી કાલાવડ (શીતલા) જતા ૩૦ કી.મી. પર નિકાવા ગામ આવે છે તે છે. રત્નકુક્ષિણી માતા ઈન્દુબેન તથા પુણ્યશાળી પિતા જયંતિભાઈ મહેતા, દાદા ભાઈચંદભાઈ ડાયાભાઈ મહેતા, નાના-ભગવાનજી રૂપશી પટેલ સરપદડ, જન્મનું સંસારી નામ-પારસ રાખવામાં આવ્યું. જન્મ સમયે નાળ મસ્તક પર સર્પાકાર વીંટળાયેલ હતી. જન્મ ૧૬/૦ર/૧૯૭૯ ના થયેલ. બે નાનાભાઈ મિલનભાઈ તથા કૌશિકભાઈ. ગોંડલ સંપ્રદાયના પારસમૈયા પૂ. રંભાબાઈ મહાતીજી નાં સુશિષ્યા પૂ. સ્વ. વસંતબાઈ મહાસતીજી (સંસાર પક્ષે ફૈબાસ્વામી) પૂ. લાભુબાઈ મહાસતીજી નાં સુશિષ્યા પૂ. ફુલ્લાબાઈ મહાસતીજીનાં શિષ્યા પૂ. સ્વ.જયોત્સનાબાઈ મહાસતીજી (સંસાર પક્ષે માસીસ્વામી) અને પૂ. કાંતાબાઈ મહાસતીજી નાં સુશિષ્યા પૂ. ઉષા પ્રવીણાબાઈ મહાસતીજીનાં શિષ્યા પૂ. જાગળતિબાઈ મહાસતીજી (સંસાર પક્ષે મોટાબેનસ્વામી) થાય છે.
સદગુરૂદેવને વૈરાગ્ય પ્રગટીકરણ ૧૯૯૬ માં પૂ. ફુલ્લાબાઈ મહાસતીજીની પ્રેરણાથી થયેલ. તા. ૧/ર/૧૯૯૮ ના નિકાવા ગામમાં ભવ્યાતિભવ્ય દીક્ષા યોજાયેલ.
મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબની પરમ પાવન કળપાથી તેમના ચરણમાં સમર્પિત બની સાધના આરાધના દ્વારા સંયમજીવનને સફળ બનાવતા રહ્યા સ્પષ્ટ અને સત્ય વકતા છે.
૩ર આગમ, પાંચકર્મ ગ્રંથ ૧રપ થોકડા તત્વાર્થાભિગમ સૂત્ર, પ્રાકળતવિજ્ઞાન પાઠમાળા, સંસ્કળત મન્દિરાન્ત પ્રવેશિકા, પ્રમાણનય તત્વાલોક, ષડદર્શન સમુચ્ચય, સ્યાદવાદ મંજરી, વિદુરનિતિ, ચાણકયનિતિ, ભતર્ળહરિ વૈરાગ્ય શતક આદિ આગમો ગ્રંથો નો ધાર્મિક અભ્યાસ કર્યો.
સંસ્કળત મન્દિરાન્ત પ્રવેશિકાની ગાઈડ, ઘરને ઘર રહેવા દો, ‘‘માં'' એ જ મહાશકિત, હસ્તુ જીવન હસતું મરણ પુસ્તકનું સંપાદન કર્યું હતું.
પ્લેન દુર્ઘટના
સામુદાયિક કર્મનો ઉદય મ.સા. વ્યક્તિગત શાંતિ માટે દરેકે આધ્યાત્મ તરફ વળવું જરૂરી છે.
પ્રલોભન વધે એટલી આશક્તિઓ પણ વધતી જાય છે અને આશક્તિ વધે એજ દુખનું કારણ છે.
સદ્ગુરૂદેવ પૂજ્ય પારસમુનિ મ.સા. અકિલાના આંગણે પધાર્યા હતા. ગુરૂદેવે જણાવ્યું કે, વ્યક્તિગત શાંતિ માટેનોજ આ સમય છે. પ્લેન દુર્ઘટના એ જૈન ધર્મ પ્રમાણે સામુદાનિક કર્મનો ઉદય છે. જૈન ધર્મ એમ કહે છે કે, આપણે કોઇને સજા આપવા આપણું નિર્માણ નથી થયું, આપણે જજ નથી. જજ કુદરત છે. સામુદાનિક એટલે સમુહમાં. સામુદાયિક કર્મ જે બંધાયુ તેનો ઉદય પણ સમુહમાંજ આવે. આવી પરિસ્થિતીઓનું સર્જન જેમકે સુનામી, પ્લેન ક્રેશ, રેલવે દુર્ઘટનાઓ થવાનું કારણ સામુયિક કર્મનો ઉદય હોય છે. તેમાં પણ જો કોઇ બચી જાય તો તેનું આયુષ્ય બળવાન હોય, હજી બાકી હોય એવું જૈન ધર્મ માને છે. પૂ. ગુરૂદેવે કહયું હતું કે અમદાવાદમાં થયેલી વિમાની દુર્ઘટના જૈન ધર્મ પ્રમાણે સામુદાયીક કર્મના ઉદયનું પરીણામ હોઇ શકે છે.
જ્યારે વ્યક્તિગત શાંતિ માટે દરેકે આધ્યાત્મ તરફ વળવું જરૂરી છે. આપણે ત્યાં પાયાની સાધનાની પધ્ધતિઓ દરેક ધર્મમાં દર્શાવવામાં આવી પરંતુ વર્તમાન સમયે પાયાની આરાધનાઓ લોકો નથી કરતા. લોકો સીધા ધ્યાન પરજ ચાલ્યા ગયા છે. જીવન જીવવાની પધ્ધતિ યમ-નિયમ જ નથી, માણસ વર્તમાન સમયમાં પ્રલોભીત થઇ રહ્યો છે અને એ પ્રલોભનજ એના દુખનું કારણ બન્યું છે. જેટલું પ્રલોભન વધે એટલી આશક્તિઓ પણ વધતી જાય છે અને આશક્તિ વધે એજ દુખનું કારણ છે. વસ્તુ વાપરવી, તેઓ ઉપયોગ કરવો તેમાં પાપનું કારણ જૈન ધર્મ સહિત કોઇ ધર્મ નથી જોતો પણ એ વસ્તુ માટેની જે આશક્તિ છે એ પાપ છે.
ગોચરીનો લાભ અપી, માંગલિક ફરમાવ્યું
આધ્યાત્મિક સાધનાની ઊંડાઇએ અને ચિંતનની ઊંચાઇ એ બિરાજતા પૂ.પારસમુનિજી મ.સા 'અકિલા' ના આંગણે પધાર્યા હતા. અકિલાના મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રા અને તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા સહિત સમસ્ત અકિલા પરિવારને પૂ.પારસમુનિજી મ.સા એ મંગલથાઓ, શુભથાઓ
અને ખુબ પ્રગતિ કરો તેવા આશીર્વાદ આપ્યા હતા. તેઓએ અકિલા કાર્યાલયના દરેક વિભાગની મુલાકાત લઇ વિગતો મેળવી હતી અને સમગ્ર અકિલા પરિવારને મળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેઓ શ્રીએદિવ્યવાણીનો પ્રવાહ વહાવીને રાષ્ટ્રથી માંડીને આધ્યાત્મિકક્ષેત્રની ઊંડાણથી વાતો કરી હતી.
સદ્ગુરૂદેવ પૂજ્ય પારસમુનિ મ.સા. એ ગોચરી પાણીનો લાભ અપી, માંગલિક ફરમાવી ‘અકિલા' પરિવારને આશીર્વાદ આપ્યા હતા. અકિલાના મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રા અને તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા તથા કુ. ધન્વી નિમિષભાઇ ગણાત્રા એ પણ પૂ. ગુરૂદેવના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે જૈન અગ્રણીઓ વસંતભાઇ તુરખિયા તથા પ્રતાપભાઇ વોરા ઉપસ્થિત રહયા હતા.
સાધક માટે કષ્ટ હોય દુઃખ નહીં
જે લોકો આધ્યાત્મ તરફ વળેલા છે અને કાયમી આરાધના પણ કરે છે તો પછી એના જીવનમાં અવરોધો શા માટે આવે છે? પૂ. પારસમુનિ મ.સા. એ જણાવ્યું હતું કે, અવરોધ જે આવે છે તે પોતાના પૂર્વકળત કર્મને કારણે આવે છે. ભગવાન રામ, ભગવાન મહાવિર, ભગવાન કળષ્ણ, ભગવાન આદિનાથ હોય, અવોરોધો તેમના જીવનમાં પણ આવ્યા. અવરોધ આવવું અને શાંતિ હોવી એ બંને અલગ રસ્તા છે. જેમકે સંત જીવન છે એમા કષ્ટ હોય પણ દુખ ન હોય. દુખ એ માનસિકતાથી કોઇપણ વસ્તુને પ્રતિકૂળ માનો ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ તમને દુખદાયક લાગે છે. એવું કહેવાય છે કે, ૅઅનુકૂલમ સુખમ પ્રતિકૂલમ દુખમૅ. જે અનુકૂળ છે એ સુખકારી લાગે છે અને જે પ્રતિકૂળ છે તે દુખદાયક લાગે છે. જ્યારે સંત જીવન છે એમાં કષ્ટ તો આવશેજ પણ પહેલેથીજ એ સ્વિકારવાની તૈયારી છે. એટલે એ કષ્ટ સુખદાયક નથી લાગતુ. એ કષ્ટને પ્રસન્નતાપૂર્વક સહન કરવાને કારણે એજ કષ્ટ સુખનું કારણ બની જાય છે. આધ્યાત્મ માર્ગ પર ચાલતી વ્યક્તિઓની પહેલીજ ભૂલ એ થાય છે કે, હું ઘણા વર્ષોથી પરમાત્માની આરાધના કરું છું, પરમાત્માની ભક્તિ કરૂં છુ, પરમાત્માના ગુણગાન-સ્તવન કરૂ છુ છતાં પણ મારા જીવનમાંથી દુખ નથી જતું. ભગવાનની ભક્તિ કરવાથી દુખ જાય તો પછી નરસિંહ મહેતા કે મીરાંબાઇના જીવનમાં કષ્ટ નહોત પણ તેઓ દુખી નહોતા. પર દ્વારા પીડા અનુંભવતા હતા પણ એણે કયારેય ભગવાનને એવી ફરિયાદ નથી કરી કે તુ મને આ દુખથી છોડાવ. એણે કહ્યું કે, આ કષ્ટ સહન કરવાની શક્તિ મારા આત્મામાં પ્રગટે. જો એ સ્વિકારી લે કે આ જે કાંઇ પરિસ્થિતિ છે તે દુખદાયક છે તો ત્યાં સાધક તરીકેની યોગ્યતા ચાલી જાય. સાધક માટે કોઇપણ પરિસ્થિતિ દુખ દાયક ન હોય, કષ્ટ દાયક હોય શકે છે. પણ એનાથી પોતે વ્યથીત નહોય.
બ્લેક મેજિકથી મુક્ત રહેવા
આધ્યાત્મિક ઊર્જાને વધારો
આજના સમયમાં બ્લેક મેજિકનું પ્રમાણ વધ્યું છે તેનું શું કારણ? સદ્?ગુરૂદેવ પૂજ્ય પારસમુનિ મ.સા. એ જણાવ્યું કે, બ્લેક મેજિકનો ટુંકો અર્થ એવો છે કે, વર્તમાન સમયે કોઇ કોઇના સુખને જોઇને રાજી નથી. એટલે ઇર્ષાભાવમાંથી કોઇપણ વ્યક્તિ એટલે કે કોઇપણ આત્મા માટેનો હૃદયમાંથી ભાવ પ્રગટે છે. એવું નથી કે બ્લેક મેજિક માત્ર મનુષ્ય પરજ થાય તે પશુ પર પણ થાય. બ્લેક મેજિકનો અર્થ એટલો છે કે વ્યક્તિના હ્રદયમાં અન્ય જીવ માટે નકારાત્મક વિચારો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એ નકારાત્મક વિચારોનો જે પાવર છે એ વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે તેની નકારાત્મક ઊર્જાની સામેની વ્યક્તિને અસર થાય છે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ માટે નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થઇ તેના વાઇબ્રેશન સામેની વ્યક્તિને સ્પર્શીત થયા ત્યારે તેને સામેની વ્યક્તિએ કરેલા નકારાત્મક વિચારોની અસર થાય છે. અસર થવા પાછળનું સૌથી મોટું કારણ છે વ્યક્તિની પોતાની પાસે આધ્યાત્મિક ઊર્જાનો અભાવ. જેમકે કોરોના આવ્યો ત્યારે જેમની રોગ પ્રતિકારક શક્તિ વધુ હતી તેમને કોરોના ન થયો. એજ રીતે જેમની પોતાની પાસે પોતાનો આધ્યાત્મ પાવર છે તેને કોઇની પણ બ્લેક મેજિકની અસર, નકારાત્મક ઊર્જાની અસર એ વ્યક્તિને નહીં થાય. જે વ્યક્તિ પાસે આંતરિક આધ્યાત્મિક ઊર્જા નથી તેને એ વસ્તુની અસર થાય છે. બ્લેક મેજિકથી મુક્ત રહેવા માટે વ્યક્તિએ પોતાની આધ્યાત્મિક ઊર્જાને વધારવી ખુબ આવશ્યક છે. આધ્યાત્મ ઊર્જા વાળી વ્યક્તિ પાસે પોતાનો પાવર છે તો સામે ગમેતેવી નેગેટીવ ઊર્જા છોડે છે તો પણ ઊર્જા આજુબાજુ રહી શકે છે પણ વ્યક્તિને પોતાને કોઇ અસર નથી કરતી. બ્લેક મેજિક પહેલાના યુગમાં પણ હતું, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે. નેગેટીવ વ્યક્તિની પોતાની પાસે કેટલી ઊર્જા છે, તેનો પાવર ફુલ હશે તો સામે એટલો પાવર જશે અને સ્લો હશે તો ધીમો જશે.
આધ્યાત્મ્કિ ઉર્જા માટે ધ્યાન જરૂરી
ધ્યાનનો માર્ગ છે તેમાં ૧૧૧ પ્રકારથી ધ્યાન થાય છે પણ સૌથી સહેલો ધ્યાનનો પ્રકાર છે સ્લો ડીપ બ્રીધીંગ. પોતાના શ્વાસ પર ધ્યાન આપવું, નાસિકામાંથી જે શ્વાસ લઇ રહ્યા છીએ એ શ્વાસને ધીમો કરી દેવો શ્વાસને જોવાનો સતત પ્રયત્ન કરવો એ સહુથી સહેલામાં સહેલી પધ્ધતિ છે. ભગવાન માહાવિરે ધ્યાનની અનુપ્રેક્ષા કીધી, તથાગત બુધ્ધે વિપશ્યના કીધુ, સ્વામી વિવેકાનંદે રાજયોગ કીધો, પતંજલિએ અષ્ટાંગ યોગની અંદર બતાવ્યું તેમ અલગ અલગ પધ્ધતિથી ધ્યાન થાય છે. ધ્યાનનો અર્થતો એક જ છે મનની શાંતિ પ્રાપ્ત થવી અને પોતાની આધ્યાત્મિક ઊર્જા વધવી. ધ્યાન સિવાય આધ્યાત્મિક ઊર્જામાં વધારો ન થાય. અને એકવાર જેણે ધ્યાનની સાધના રચી તેને જગતની બીજી કોઇપણ પરિસ્થિતિ, બીજા કોઇપણ પ્રકારનું પ્રલોભન રૂચે નહીં. સાધનાથી તપસ્યા વગર કયારેય સુવર્ણ કંચન બનતું નથી.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
