<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

અમુલ સર્કલ નજીક એસટી બસે મોપેડને ઉલાળી દેતાં શક્‍તિ સોસાયટીના વલ્લભભાઇ દેસાણીને ગંભીર ઇજા

૬૫ વર્ષિય વૃધ્‍ધ આજીડેમ ચોકડીએ શ્રીમોગલધામ મંદિરે દર્શન કરવા જતા'તા

રાજકોટઃ શહેરના ૮૦ ફુટ રોડ અમુલ સર્કલ પાસે એસટી બસ નં. જીજે૧૮ઝેડટી-૧૦૦૨ની ઠોકરે મોપેડ જીજે૦૩જેએમ-૭૯૦૪ ચડી જતાં આ મોપેડના ચાલક દુધસાગર રોડ શક્‍તિ સોસાયટી-૨માં રહેતાં વલ્લભભાઇ દશરથભાઇ દેસાણી (ઉ.વ.૬૫)ને માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને કરી હતી. ઘાયલ થયેલા વલ્લભભાઇ દરજી કામ કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. તેઓ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા છે. દર મંગળવારે તેઓ આજીડેમ ચોકડી નજીક આવેલા શ્રીમોગલધામ મંદિરે દર્શન કરવા જાય છે. આજે મંગળવાર હોઇ દર્શન કરવા જવા નીકળ્‍યા ત્‍યારે અમુલ સર્કલ પાસે એસટી બસની ઠોકરે ચડી ગયા હતાં. 

(3:14 PM IST)