<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

રજિસ્ટ્રેશન સહિતની મંજૂરી વિના ચાલતા PG, હોમ સ્ટે – હોસ્ટેલ નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે: હાઇકોર્ટ

શિવરંજની વિસ્તારમાં ચાલતા PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યુ

અમદાવાદ : રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમ સ્ટે – હોસ્ટેલ આવતીકાલે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે તેવુ અવલોકન હાઈકોર્ટે કર્યું છે. પ્રોપર્ટીમાં કોણ અને કયા વિસ્તારના લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે તેમ હાઈકોર્ટ અવલોકન કરતા કહ્યું છે. શિવરંજની વિસ્તારમાં ચાલતા PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું છે.

    સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી હતી કે, PG રજિસ્ટ્રેશન માટે ઓન રેકોર્ડ કોઈ પોલિસી નથી. PG, હોસ્ટેલ અને હોમ સ્ટે માટેના નિયમો અને રજિસ્ટ્રેશન માટે GDCR છે તેવી દલીલ સરકારી વકીલ જી.એચ વિર્કે કરી હતી. સિલીંગની પ્રક્રિયા પહેલા નોટિસ આપવામાં આવી હતી, મંજૂરી વિના પ્રોપર્ટીમાં માલિક વિના અન્ય લોકો રહેતા હતા તેમ પણ જી.એચ વિર્ક કહ્યું હતું.

   ગુજરાત હાઈકોર્ટે PG, હોમ સ્ટે અને હોસ્ટેલના રજિસ્ટ્રેશન સહિતના નિયમો અંગે જાગૃતિ ફેલાવવા તંત્રને કર્યો નિર્દેશ આપ્યો હતો. હાલની સ્થિતિએ શિવરંજની વિસ્તારના વિવાદિત PGમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સમય અપાયો છે. PGમાં નવા એડમિશન અને અન્ય બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ ના આપવા પણ અરજદારને નિર્દેશ કરાયો છે.

(9:19 PM IST)