<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

અમેરિકાના કેટલાક શહેરો ભીષણ ગરમીના ભરડામાં: તાપમાન ૪૨ ડિગ્રીને પાર

ચાલુ સપ્તાહમાં હીટવેવની પણ આગાહી હવામાન વિભાગે કરી :ન્‍યૂયોર્કમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા બે બાળકી સહિત ત્રણનાં મોત થયા

 

મેડિસન,તા.૨૪: અમેરિકાના મધ્‍યપヘમિ તથા પૂર્વના કેટલાક શહેરોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ૪૨ ડીગ્રીને પાર પહોંચવાની સાથે ચાલુ સપ્તાહમાં હીટવેવની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીતરફ ન્‍યૂયોર્ક સહિતના શહેરોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડ્‍યો હતો જેમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે.

રાષ્‍ટ્રીય હવામાન સેવા દ્વારા જણાવાયું છે કે, યુએસમાં મિનેસોટાથી મૈને સુધીના વિસ્‍તારમાં લાખો લોકોને આગામી દિવસોમાં પ્રચંડ ગરમીનો અનુભવ થશે. અર્કાનસાસ, ટેનેસી, લ્‍યુઇસિયાના અને મિસિસિપીમાં બુધવાર સુધી તાપમાન ઊંચું જવાની આગાહી છે. આ ઉપરાંત હીટવેવનું જોખમ પણ રહેશે અને તે જીવલેણ નિવડી શકે છે તેવી ચેતવણી લોકોને આપવામાં આવી છે.

હવામાનશાષાીઓના મતે વાતાવરણના ઉપરના ભાગમાં તીવ્ર દબાણ સર્જાયું છે જેમાં ગરમી અને ભેજનો ભાગ રહેલો છે. આ ઘટનાને હીટ ડોમ તરીકે ઓળખવામાં આવે છે અને તે તીવ્ર ઊંચા તાપમાન માટે જવાબદાર રહે છે. રવિવારે સળંગ બીજા દિવસે મધ્‍યપヘમિ અને પૂર્વ કાંઠાના શહેરોમાં વસતા લોકોએ ભારે ગરમીનો અહેસાસ કર્યો હતો. શિકાગોમાં તાપમાનનો પારો ૩૯.૪ ડીગ્રી સેલ્‍યિસય (૧૦૩ ફેરનહીટ) નોંધાયો હતો. ફિલાડેલ્‍ફિયામાં ૪૨.૨ ડીગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર હતું. મેડિસનના વિસ્‍કોનસિનમાં તાપમાન ૩૮.૩ ડીગ્રી જેટલું ઊંચું રહ્યું હતું. પિટ્‍સબર્ગ તથા કોલંબસ, ઓહિયો ખાતે ગરમી ૪૦ ડીગ્રી હતી.

ફિલાડેલ્‍ફિયાના આરોગ્‍ય વિભાગે શહેરમાં બુધવાર સુધી ગરમીની કટોકટી જાહેર કરી છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર નહીં નિકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. ડેલાવેરના રેહોબોથ બીચ પર તાપમાન ૨૭ ડીગ્રી આસપાસ હોવાથી રવિવારે કીડીયારું ઉભરાયું હતું. હવામાન નિષ્‍ણાતોના મતે આગામી બે દિવસમાં ન્‍યૂયોર્ક શહેરમાં પારો ૩૫ ડીગ્રીને પાર જવાની શકયતા છે. મંગળવાર તથા બુધવારના પાટનગર વોશિંગ્‍ટન ડીસીમાં ગરમીનો પારો ૩૭.૭ ડીગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

વિસ્‍કોનસિનના હવામાનશાષાી માર્ગ ગેહરિંગના જણાવ્‍યા મુજબ અમેરિકામાં ઉનાળામાં ગરમીનું ઊંચું પ્રમાણ નવી વાત નથી. જુલાઈના મધ્‍ય ભાગ અથવા ઓગસ્‍ટના પ્રારંભમાં પણ ગરમીનો પ્રકોપ અનુભવાતો હોય છે. આ વર્ષે હીટવેવથી સમગ્ર પ્રદેશમાં અકળાવનારી ગરમી લોકો અનુભવી રહ્યા છે.

બીજીતરફ મધ્‍ય ન્‍યૂયોર્કમાં ગાજવીત સાથે વરસાદ પડ્‍યો હતો. વાવાઝોડાને લીધે કેટલાક ઝાડ ધરાશયી થયા હતા. ઓનિડા કાઉન્‍ટી શેરિફની કચેરીના મતે શહેરમાં અનેક ઘરો પર ઝાડ પડ્‍યા હતા જેમાં એક ઘટનામાં છ વર્ષની બે બાળકીઓ તથા ૫૦ વર્ષીય મહિલાનું મોત થયું હતું.

(10:22 AM IST)