કોલંબોમાં ભારતનો પાકિસ્તાન પર ૬૧ રને પ્રચંડ વિજય : ટી૨૦ વર્લ્ડ કપના સુપર-૮માં ટીમ ઈન્ડિયાની શાનદાર એન્ટ્રી : પાડોશી દેશના સૂપડા સાફ : ઈશાન કિશનના ૭૭ રન અને બુમરાહ-અક્ષરની ધારદાર બોલિંગ સામે પાકિસ્તાન ૧૧૪ રનમાં ઓલઆઉટ : ગૃહમંત્રી અમિતભાઈ શાહે પાઠવ્યા અભિનંદન - કહ્યું, 'સ્થળ અને તારીખ બદલાય પણ ભારત-પાકિસ્તાન મેચનું પરિણામ તો કાયમ એકસરખું જ રહે છે'10:38 PM IST
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે અમેરિકાનું મહત્વનું નિવેદન: ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે બંધ કરવાનું કોઈ વચન આપ્યું નથી ! : ભારતે માત્ર 'વધારાના' રશિયન તેલની ખરીદી ન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેનો અર્થ છે કે ભારત હાલમાં જેટલા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે તે ચાલુ રાખી શકશે: વિદેશ મંત્રી માર્કો રુબિયો9:46 AM IST
મહારાષ્ટ્રમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: મધરાતે ATS ત્રાટકી : 21 સ્થળોએ દરોડા પાડી 14 શંકાસ્પદોને દબોચ્યા : યવતમાળ અને અહિલ્યાનગરમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી આતંકવાદી સંગઠનોમાં જોડવાના મોટા ષડયંત્રની આશંકા: ગુપ્ત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત : સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર9:58 PM IST
દેશમાં તબીબી ક્ષેત્રે ક્રાંતિ : દિલ્હી એઈમ્સ (AIIMS) દ્વારા ભારતનું પ્રથમ 'ફેસ ટ્રાન્સપ્લાન્ટ' ઓપરેશન કરવાની તૈયારી : વિકૃત ચહેરાવાળા દર્દીઓને મળશે નવજીવન : એસિડ એટેક, ગંભીર દાઝેલા અને ગોળીબારના ભોગ બનેલા દર્દીઓ માટે નવી આશા : ૧૬ કલાક સુધી ચાલતી જટિલ સર્જરીમાં મૃત દાતાના ચહેરાના ટિશ્યુ જોડવામાં આવશે : એક વર્ષમાં પ્રથમ સફળ ટ્રાન્સપ્લાન્ટનું લક્ષ્ય8:33 PM IST
ભારત-પાક મેચ શરૂ થતા વિવાદ :“No Handshake” નીતિ પર સવાલ ઉઠાવતા સંજય માંજરેકરના નિવેદનથી સોશિયલ મીડિયામાં હોબાળો : પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે લખ્યું, ” ‘આ હાથ નહીં મિલાવવો” એ ભારત દ્વારા શરૂ કરાયેલી નક્કામી વસ્તુ છે. જે આપણા જેવા મોટા ક્રિકેટ રાષ્ટ્રવ માટે સારુ નથી, રમવુ હોય તો ખેલભાવનાથી રમો, નહીંતર ન રમો…” 8:19 PM IST
કરોડો કમાતા રાજપાલ યાદવ 9 કરોડ રૂપિયાનું દેવું કેમ ચૂકવી શકતા નથી? અભિનેતા નાદાર થઈ ગયો : અભિનેતા રાજપાલ યાદવ 9 કરોડના ચેક બાઉન્સ કેસના સંબંધમાં તિહાર જેલમાં : 2010 માં તેમના દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ "આતા પતા લપતા" માટે 5 કરોડની લોન લીધી હતી, વ્યાજ સહિત તે ચૂકવી નહિ શકતા 5 ફેબ્રુઆરીએ આત્મસમર્પણ કર્યું હતું 8:24 PM IST
ચીને આપી મોટી રાહત :હવે કેનેડિયન અને બ્રિટિશ પાસપોર્ટ ધારકો વિઝા વિના વધુમાં વધુ 30 દિવસ ચીનમાં રહી શકશે : ફાઇવ આઇઝ ગ્રુપમાં યુનાઇટેડ સ્ટેટ્સ હવે એકમાત્ર દેશ છે જેને ચીન દ્વારા વિઝા-મુક્ત મુસાફરી અપાઈ નથી :ચીને અગાઉ જુલાઈ 2024 માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના નાગરિકોને વિઝા-મુક્ત પ્રવેશ આપ્યો હતો7:27 PM IST
બ્લડ ગ્રુપ અને કેન્સર કનેક્શન: શું તમારૂ બ્લડગ્રૂપ નક્કી કરે છે બીમારીનું જોખમ? ચોંકાવનારું નવું સંશોધન : A અને AB બ્લડગ્રૂપ ધરાવતા લોકોએ સાવધ રહેવાની જરૂર : પેટ અને સ્વાદુપિંડના કેન્સરનું જોખમ 13% થી 32% વધુ હોવાનો અભ્યાસમાં ખુલાસો : બ્લડ ગ્રુપ 'O' ધરાવતા લોકો કુદરતી રીતે વધુ સુરક્ષિત હોવાનો દાવો7:31 PM IST
જેફરી એપસ્ટેઇન સ્કેન્ડલ: સ્કૂલની બહારથી છોકરીઓને ફસાવીને આઈલેન્ડ પર લઈ જવાનું ભયાનક 'રિક્રૂટમેન્ટ નેટવર્ક' ષડયંત્ર: ફ્લોરિડામાં ચાલી રહેલી 'સેક્સ પિરામિડ સ્કીમ'નો પર્દાફાશ : 'લિટલ સેન્ટ જેમ્સ' આઈલેન્ડ પર લઈ જઈ છોકરીઓને નશાની હાલતમાં રાખવામાં આવતી અને બલી સહીતની કાળા જાદુ જેવી ખોફનાક પ્રવૃત્તિઓ પણ થતી : કૌભાંડમાં એપસ્ટેઇનની સાથે ગિલેન મેક્સવેલ, સારા કેન (હવે સારા કેન્સિંગ્ટન), નાદિયા માર્કિન્કોવા અને લેસ્લી ગ્રોફ મુખ્ય ભૂમિકામાં: ફ્લોરિડાના પામ બીચ વિસ્તારની ૧૫ જેટલી શાળાઓની બહાર ઉભી રહી ૧૪ થી ૧૮ વર્ષની છોકરીઓને ટાર્ગેટ કરતી7:46 PM IST
iPhone પ્રેમીઓને ઝટકો! શું iPhone 18 માટે હવે 2027 સુધી જોવી પડશે રાહ? Appleના લોન્ચ પ્લાનમાં મોટો ફેરફાર : કંપનીનું હવે તમામ ધ્યાન iPhone 17 પર કેન્દ્રિત : iPhone 18માં A20 પ્રોસેસર, 48MP ડ્યુઅલ કેમેરા અને iOS 27 જેવા દમદાર ફીચર્સ હોવાની ચર્ચા : પણ લોન્ચિંગમાં વિલંબના અહેવાલોથી ચાહકોમાં નિરાશા 7:28 PM IST
T20 વર્લ્ડ કપ : પાકિસ્તાની કેપ્ટન સલમાન આઘાની માઈન્ડ ગેમ : પ્લેઈંગ-11માં વાપસી કરનારા અભિષેક શર્માને પહેલા જ ઓવરમાં શૂન્ય રને આઉટ કર્યો : મેચ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં અભિષેકને રમાડવાની ઈચ્છા વ્યક્ત કરનાર પાકિસ્તાની કેપ્ટને પોતે જ પ્રથમ ઓવર ફેંકી ભારતને આપ્યો મોટો ઝટકો : હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતની ખરાબ શરૂઆત7:20 PM IST
ઓવૈસીનું 'નાગરિકતા' કાર્ડ: ભાજપના નવા હથિયાર SIR સામે હૈદરાબાદથી ગર્જના: "તમારો હક છીનવવાનું આ કાવતરું છે" : AIMIM ના સ્થાપના દિને ઓવૈસીએ લઘુમતીઓ અને દલિતોને કર્યા સતર્ક : બિહાર બાદ હવે તેલંગાણા-મહારાષ્ટ્રમાં નાગરિકતા ચકાસણીના નામે યાદીમાંથી નામ કાઢી નાખવાનો ગંભીર આરોપ : 'ફૂડ જેહાદ'ના નામે મુસ્લિમ વેપારીઓની પજવણી મુદ્દે પણ સરકારને ઘેરી7:24 PM IST
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના લગ્નની જામનગરમાં શરણાઈઓ વાગી : મહેમાનોનું આગમન શરૂ : જુઓ વિડીયો : ૫ માર્ચ ૨૦૨૬ના રોજ અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોક પ્રભુતામાં પગલાં પાડશે : PM નરેન્દ્રભાઈ મોદી સહિતના રાજકીય નેતાઓને આમંત્રણ : અંબાણી પરિવારના યજમાનપદે યોજાનારા ભવ્ય સમારોહમાં અનેક સેલિબ્રિટીઓ અને દિગ્ગજો હાજરી આપશે7:08 PM IST
શેરબજારમાં 'બ્લડબાથ' વચ્ચે વિદેશીઓનો ભરોસો અકબંધ: ભારત-અમેરિકા ડીલથી FPIsની ₹20,000 કરોડની એન્ટ્રી : સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકા છતાં વિદેશી રોકાણકારોએ પકડી ખરીદીની સ્પીડ : ત્રણ મહિનાના ભારે ઉપાડ પછી ફેબ્રુઆરીમાં ઇક્વિટી બજારમાં થયો ધનવર્ષાનો પ્રારંભ : IT શેરોમાં મંદી છતાં વૈશ્વિક સેન્ટિમેન્ટ મજબૂત7:13 PM IST
ગાંધીનગરના આંગણે સહકાર ક્ષેત્રનું મહામંથન : ૧૭મી ફેબ્રુઆરીએ અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને તમામ રાજ્યોના સહકાર મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે : મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે દેશભરમાં ૨ લાખ નવી મંડળીઓની સ્થાપના અને વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાની સમીક્ષા કરાશે : નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા રોડમેપ તૈયાર થશે6:36 PM IST
બોર્ડ પરીક્ષામાં AI બનશે તમારો 'પર્સનલ ટ્યુટર': પીએમ મોદીએ આપ્યો મૌલિકતા અને ટેકનોલોજીના સમન્વયનો મંત્ર : 'પરીક્ષા પે ચર્ચા-2026'માં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સ્માર્ટ બનવાની શીખ આપી: AI ને માસ્ટર નહીં પણ મદદગાર બનાવવાની આપી સલાહ : હવે અડધી રાત્રે પણ મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ લાવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ6:27 PM IST
દિલ્હીમાં 'AIનો મહાકુંભ': પીએમ મોદી ભારત મંડપમથી દુનિયાને બતાવશે ભારતની ડિજિટલ તાકાત : 70,000 ચોરસ મીટરમાં ફેલાયેલા 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પો 2026'નું ઉદ્ઘાટન: 13 દેશોના પેવેલિયન, 600 સ્ટાર્ટઅપ્સ અને 25 લાખ મુલાકાતીઓ સાથે રચાશે નવો ઈતિહાસ : જ્યારે ટેકનોલોજી સામાન્ય માણસની જીવાદોરી બનશે7:12 PM IST
દિલ્હી બન્યું ’અભેદ્ય કિલ્લો': AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટે જમીનથી આકાશ સુધી અભેદ્ય સુરક્ષા ચક્ર : ભારત મંડપમ ખાતે 15 દેશોના વડાઓ અને ગૂગલ-માઇક્રોસોફ્ટના દિગ્ગજ CEOના જમાવડા વચ્ચે ડ્રોન વિરોધી શિલ્ડ અને AI કેમેરાથી સજ્જ સુરક્ષા: G20 જેવી જ ભવ્યતા સાથે ભારત વિશ્વને બતાવશે કૃત્રિમ બુદ્ધિમત્તાની તાકાત6:20 PM IST
બાંગ્લાદેશમાં સત્તાનું નવું ગણિત: શું મુહમ્મદ યુનુસ બનશે નવા રાષ્ટ્રપતિ? તારિક રહેમાનના માસ્ટરપ્લાન પર સૌની નજર : 17 ફેબ્રુઆરીએ વડાપ્રધાન પદના શપથ લેનારા તારિક રહેમાન દેશના 'શ્રેષ્ઠ મગજ'ને સરકારમાં સામેલ કરવા આતુર: નોબેલ વિજેતા યુનુસની વચગાળાની ભૂમિકા પૂર્ણ થયા બાદ તેમને સર્વોચ્ચ બંધારણીય પદ સોંપવાની અટકળો તેજ6:19 PM IST
ગુજરાતના ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણ’ના નવા યુગનો પ્રારંભ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે દેશના સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી-CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ : વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ‘ડિજિટલ ઇન્ડિયા’નું વિસ્તરણ આજે જાહેર વિતરણ વ્યવસ્થા સુધી પહોંચ્યું:CBDC જેવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સંપૂર્ણપણે નાબૂદ થશે: ગૃહમંત્રી :વડાપ્રધાનના ‘સેવા હી સાધના’ મંત્ર અને ટેક્નોલોજીના સમન્વયથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો સંકલ્પ થશે સાકાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 4:42 PM IST
T20 વર્લ્ડ કપમાં મહાજંગ : આજે ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મુકાબલો : ટીમ ઈન્ડિયામાં અભિષેક અને કુલદીપની એન્ટ્રી ફાઈનલ! : કોલંબોની સ્પિન ફ્રેન્ડલી પિચ પર પાકિસ્તાન પાંચ સ્પિનરો સાથે મેદાને ઉતરે તેવી શક્યતા : સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત જીતનો સિલસિલો જાળવી રાખવા સજ્જ : સાંજે ૭ વાગ્યે થશે પ્રારંભ2:37 PM IST
મહાશિવરાત્રિ ૨૦૨૬ : વિશ્વના ૮ સૌથી વિશાળ અને શક્તિશાળી શિવ મંદિરો, જ્યાં મહાદેવના અદભૂત સ્વરૂપોના દર્શન માટે ઉમટે છે ભક્તો : ભારતથી લઈને ઈન્ડોનેશિયા અને નેપાળ સુધી ફેલાયેલો છે શિવનો મહિમા : ખડકમાંથી કંડારેલા કૈલાશનાથથી લઈને વિશ્વના બીજા સૌથી ઊંચા મુરુડેશ્વર અને કરોડો શિવલિંગો ધરાવતા કોટિલિંગેશ્વર મંદિરનો અનોખો મહિમા12:50 PM IST
પીએમ મોદીની એક મુલાકાત માટે બે મહાસત્તાઓ વચ્ચે 'ડિપ્લોમેટિક વોર': બાંગ્લાદેશ અને ફ્રાન્સ બંને ઈચ્છે છે ૧૭ ફેબ્રુઆરીએ મોદીની હાજરી : ૧૭ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં નવી સરકારની શપથવિધિ અને ભારતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે બેઠક, વિદેશ મંત્રાલય દ્વિધામાં, 'નેબરહૂડ ફર્સ્ટ' કે 'સ્ટ્રેટેજિક પાર્ટનર' કોને પસંદ કરશે ભારત?5:21 PM IST
ભારત ‘ફુલ-સ્ટેક AI લીડર’ બનવાની ક્ષમતા ધરાવે છે : ગ્લોબલ AI સમિટ પૂર્વે ઓપન-AIના CEO સેમ ઓલ્ટમેનનું મોટું નિવેદન : અમેરિકા પછી ભારતમાં સર્વોચ્ચ ૧૦ કરોડ સાપ્તાહિક યુઝર્સ અને વિશ્વમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ચેટ-જીપીટીનો ઉપયોગ કરે છે : ભારત સરકારના ‘AI મિશન’ અને દેશના ટેક-ટેલેન્ટના ઓલ્ટમેને મુક્તકંઠે કર્યા વખાણ2:30 PM IST
દિલ્હી-એનસીઆરમાં હવામાન પલટાશે: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ વરસાદની આગાહી: નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થઈ રહ્યું છે : મહાશિવરાત્રી પર વાતાવરણ સ્વચ્છ રહ્યું પણ હવે ગરમીમાં રાહત મળશે: ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા: ૧૮ ફેબ્રુઆરી બાદ ફરીથી સવારના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે12:51 PM IST
પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ: સેના પ્રમુખ મુનીર અને પીએમ શાહબાઝ શરીફની વૈશ્વિક સ્તરે ફજેતી: સેના જવાનોના સરેન્ડર બાદ પાકિસ્તાનમાં નેતૃત્વ સામે સવાલો : જનરલ અસીમ મુનીર અને શાહબાઝ સરકાર ભીંસમાં: ‘સેના સુરક્ષિત નથી તો દેશનું શું?’: વિપક્ષ અને જનતા દ્વારા સરકારની આકરી ટીકા, સોશિયલ મીડિયા પર આક્રોશ*12:26 PM IST
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો: ૭ સૈનિકોએ ઘૂંટણિયે પડીને આત્મસમર્પણ કર્યું: આબરૂનું લીલામ : બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) સામે પાકિસ્તાની સેના લાચાર: ૭ જવાનોના સરેન્ડરનો વીડિયો વાયરલ: પહાડી વિસ્તારમાં બીએલએ લડાકુઓએ પાકિસ્તાની સેનાની ટુકડીને ઘેરી લીધી: હથિયારો મૂકીને જીવની ભીખ માંગતા સૈનિકોની તસ્વીરો સામે આવી12:25 PM IST
પ્રયાગરાજ માઘ મેળાનો મહાશિવરાત્રિના પવિત્ર પર્વે ભવ્ય સમાપન : ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ તટે આસ્થાની ડૂબકી લગાવી : કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની લાંબી કતારો અને દેશભરના શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ : ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે માઘ મેળાના અંતિમ ‘સ્નાન પર્વ’માં ઉમટ્યો માનવ મહેરામણ11:46 AM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે...11:46 AM IST
વિધાનસભા ચૂંટણી પૂર્વે વિપક્ષનો માસ્ટરસ્ટ્રોક : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા નોટિસ લાવવાની તૈયારી : મતદારયાદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે સરકાર પર દબાણ વધારવા રણનીતિ : લોકસભા સ્પીકર બાદ હવે CEC વિપક્ષના નિશાને : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના પ્રાદેશિક પક્ષોમાં ભારે રોષ11:37 AM IST
રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે રશિયા ગંભીર છે કે નહીં તે અંગે અમેરિકા સાશંક : ભારતે રશિયા પાસેથી વધારાનું તેલ ન ખરીદવાની ખાતરી આપી : મ્યુનિક સુરક્ષા પરિષદમાં માર્કો રુબિયોનું મોટું નિવેદન : રશિયા પર આર્થિક દબાણ વધારવા અમેરિકાના નવા પ્રતિબંધો : જ્યારે સૈન્ય સ્તરે મંત્રણાના દોર વચ્ચે યુક્રેનને સૈન્ય સહાય ચાલુ રાખવાની જાહેરાત11:14 AM IST
મ્યાનમારમાં ભૂકંપના બે જોરદાર આંચકાથી ધરતી ધ્રુજી : ૩૦ મિનિટમાં બે વાર ધરા ધ્રુજતા લોકોમાં ભારે ફફડાટ : નેશનલ સેન્ટર ફોર સીઝમોલોજી અનુસાર રવિવારે મધ્યરાત્રિએ ૩.૨ની તીવ્રતાના બે આંચકા નોંધાયા : જમીનથી ઓછી ઊંડાઈએ ભૂકંપ આવતા નુકસાનની ભીતિ વધી : સગાઈંગ ફોલ્ટ લાઇન પર સ્થિત હોવાથી મ્યાનમારમાં સતત ખતરો11:11 AM IST
ભારત મંડપમ ખાતે ‘AI ઈમ્પેક્ટ સમિટ’નો પ્રારંભ : ડિજીયાત્રાથી એન્ટ્રી અને વિદેશી મહેમાનો માટે UPI પેમેન્ટની સુવિધા દિલ્હી પોલીસનો ટ્રાફિક પ્લાન જાહેર : જવાબદાર AI માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ : ઝેપ્ટો-સ્વિગીના ડાર્ક સ્ટોર્સ અને એપોલો હોસ્પિટલની મેડિકલ સેવાઓ ઉપલબ્ધ રહેશે : મુલાકાતીઓને મેટ્રોનો ઉપયોગ કરવા સૂચના10:58 AM IST
ઈરાનની આર્થિક કમર તોડવા ટ્રમ્પ અને નેતન્યાહુની રણનીતિ : ચીનને થતા ઓઈલ વેચાણ પર પ્રતિબંધ મુકવા અમેરિકા ‘મેક્સિમમ પ્રેશર’નો ઉપયોગ કરશે : વ્હાઈટ હાઉસની બેઠકમાં ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવા પર સહમતી : અમેરિકા ઈરાન પર લાંબા ગાળાના સૈન્ય હુમલાની તૈયારીમાં હોવાના અહેવાલ અને ઓમાનના માધ્યમથી ન્યુક્લિયર મંત્રણાનો પણ દોર જારી11:00 AM IST
દેશમાં મિશ્ર ઋતુનો પ્રારંભ : આગામી ૩ દિવસ આકરી ગરમી અને બફારાની આગાહી સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે માવઠાનું એલર્ટ : કર્ણાટક અને કોંકણ-ગોવામાં તાપમાન વધશે, જ્યારે હિમાચલ-ઉત્તરાખંડમાં હિમવર્ષા અને પંજાબ-હરિયાણામાં વરસાદની શક્યતા : બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના9:04 PM IST
વર્ષ ૨૦૨૬નું પ્રથમ સૂર્યગ્રહણ ૧૭ ફેબ્રુઆરીએ : ‘રિંગ ઓફ ફાયર’નો નજારો જોવા મળશે, પરંતુ ભારતમાં અદ્રશ્ય રહેતા સૂતક પાળવાનું રહેશે નહીં : હોલિકા દહન પર ૩ માર્ચે ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતભરમાં દેખાશે : ૧૫ દિવસના અંતરે રચાશે બે ગ્રહણોનો સંયોગ : અર્જેન્ટીના-ચિલીમાં સૂર્યગ્રહણ દેખાશે જ્યારે હોળી પર સૂતકકાળ માન્ય રહેશે10:29 PM IST
DUમાં લોહીલુહાણ ખેલ: મહિલા પત્રકાર પર 500 ના ટોળાનો હિચકારો હુમલો, "તારું નગ્ન સરઘસ કાઢીશું" કહી જાતિ પૂછીને બળાત્કારની ધમકી આપતા ખળભળાટ : UGC કાયદાના સમર્થન વચ્ચે દિલ્હી યુનિવર્સિટી હિંસાનું અખાડો બની; રિપોર્ટિંગ કરવા ગયેલી મહિલા પત્રકારને ટોળાએ અડધો કલાક સુધી બંધક બનાવી શારીરિક પ્રતાડના આપી, 'મોબ લિંચિંગ'નો આક્ષેપ9:53 PM IST
૩ પત્નીઓ, ૬ બેંક ખાતા અને 'ઝીરો' બેલેન્સ: ગાઝિયાબાદની ૩ બહેનોના સામુહિક આત્મહત્યા પાછળનું કરુણ સત્ય, પિતાનો વૈભવ કેવી રીતે લોન અને ઉધારમાં ફેરવાયો? : એક સમયે જે ખાતામાં કરોડોના વ્યવહારો થતા તેમાં આજે માત્ર ૩૯ પૈસા! શેરબજારમાં બરબાદ થયેલા ચેતને બે દીકરીઓના ફોન પણ વેચી દીધા હતા; કોરિયન કલ્ચરના ક્રેઝ અને આર્થિક તંગી વચ્ચે ૩ માસૂમ જિંદગીઓ હોમાઈ9:54 PM IST
ડોલર બન્યું 'ડિજિટલ પરમાણુ બોમ્બ': ટ્રમ્પ વહીવટીતંત્રે કેવી રીતે ઈરાનના અર્થતંત્રને ઘૂંટણિયે લાવી જનતાને બળવા માટે મજબૂર કરી? : યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટનો સ્ફોટક ખુલાસો; 'ડોલરની કૃત્રિમ અછત' ઊભી કરી ઈરાની રિયાલને પસ્તી બનાવી દીધું, બેંકો ડૂબી અને મોંઘવારીના આસમાની આંકડાએ ઈરાનીઓને રસ્તા પર ઉતરવા મજબૂર કર્યા - અન્ય દેશો માટે ખતરાની ઘંટડી10:41 PM IST
સાધ્વી પ્રેમ બૈસા ડેથ કેસમાં મોટો વળાંક: નથી અપાયું ઝેર કે નથી થઈ હત્યા, પોલીસ કમિશનરે મેડિકલ રિપોર્ટના આધારે ખોલ્યું મૃત્યુનું રહસ્ય : શંકાસ્પદ મોતના મામલે SIT તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ; સાધ્વીને ઝેર કે જાતીય હુમલાની આશંકાઓ નકામી ઠરી, ફેફસાની ગંભીર બીમારી અને હાર્ટ એટેક બન્યું મોતનું કારણ9:54 PM IST
ભારત સાથેના સંબંધો પર તારિક રહેમાનની 'સ્પષ્ટ વાત': "અમારા માટે બાંગ્લાદેશના લોકો પહેલા", વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિત સર્વોપરી : ચૂંટણીમાં જીત બાદ BNP નેતા રહેમાનની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ; શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે કહ્યું- 'કાયદો પોતાનું કામ કરશે', ચીન અને પાકિસ્તાન સાથેના સંતુલન પર જાળવ્યું મૌન10:21 PM IST
આસામના હાઈવે પર પીએમ મોદીનું 'સુપર હર્ક્યુલસ' લેન્ડિંગ: ચીન સરહદ નજીક ફાઈટર જેટ્સ માટે ઇમરજન્સી રનવે તૈયાર, ડ્રેગનને ભારતનો સીધો સંદેશ : વ્યૂહરચના અને શક્તિપ્રદર્શનનો અદભૂત સંગમ: આસામના મોરન ખાતે હાઈવે રનવે પર ઉતરાણ કરનારા પ્રથમ નેતા બન્યા મોદી; રાફેલ અને સુખોઈના ગર્જનાથી ગુંજી ઉઠ્યું આકાશ9:59 PM IST
વિન્ટર ઓલિમ્પિક્સમાં ખેલ પહેલા જ ખેલાડીઓ 'આઉટ ઓફ કંટ્રોલ': માત્ર ૩ દિવસમાં કોન્ડોમનો સ્ટોક ખતમ, ઇટાલીના ઓલિમ્પિક વિલેજમાં મચ્યો હાહાકાર! : પ્રેમના શહેર પેરિસ કરતા પણ ઇટાલીના બરફીલા પહાડોમાં ગરમાવો વધ્યો; ૧૦,૦૦૦ કોન્ડોમ ગાયબ થતા આયોજકો મૂંઝાયા, રમતવીરોએ હવે પ્લેસ્ટેશન રમીને સમય પસાર કરવો પડે તેવી નોબત10:24 PM IST
માતા-પિતાની કબરનું અપમાન રોકવા જતાં યુવાનની ક્રૂર હત્યા: પ્રયાગરાજમાં લગ્ન પ્રસંગ લોહીયાળ જંગમાં ફેરવાયો : પવિત્ર સ્મૃતિ પર પેશાબ કરવા બદલ ઠપકો આપતા ઉશ્કેરાયેલા મહેમાનોએ લોખંડના સળિયા અને ચોપરથી રહેંસી નાખ્યો; રોષે ભરાયેલા પરિવારે ગેસ્ટ હાઉસમાં તોડફોડ કરી રસ્તા પર શબ મૂકી ન્યાયની માંગ કરી10:31 PM IST
દુબઈના 'કિંગમેકર' નું પતન: જેફરી એપ્સ્ટેઈન સાથેના સેક્સ સ્કેન્ડલમાં સુલતાન બિન સુલાયમનું ૪૦ વર્ષનું સામ્રાજ્ય ધ્વસ્ત : વૈશ્વિક વેપારના બેતાજ બાદશાહ અને DP વર્લ્ડના સર્વેસર્વાને રાતોરાત પદભ્રષ્ટ કરાયા; ૯,૦૦૦થી વધુ ખાનગી ઇમેઇલ્સ અને વાંધાજનક ચેટ્સ જાહેર થતા આરબ જગતમાં ખળભળાટ, પામ જુમેરાહના સર્જકની પ્રોફાઇલ સત્તાવાર વેબસાઇટ પરથી ભૂંસી નાખવામાં આવી10:33 PM IST
સાવધાન! તમારો મોબાઈલ નંબર જ બની શકે છે તમારી બરબાદીનું કારણ: જાણો શું છે 'સિમ સ્વેપ' ફ્રોડ અને કેવી રીતે બચશો? : એક મિનિટ માટે નેટવર્ક ગાયબ થવું એ નેટવર્કની ખામી નહીં પણ તમારા બેંક ખાતા પરનો હુમલો હોઈ શકે છે; સાયબર ઠગો હવે તમારા સિમ કાર્ડનું ક્લોન બનાવી OTP ચોરી રહ્યા છે, જાણો ડિજિટલ લૂંટારાઓથી બચવાની અમોઘ રીતો10:35 PM IST
લોકશાહીના રક્ષકો કે વૈભવી જીવનના રાજા? ભારત vs બાંગ્લાદેશ: કયા દેશના સાંસદોની તિજોરી વધુ છલકાય છે? : પગારમાં ભારતીય સાંસદો બાજી મારી ગયા, પણ બાંગ્લાદેશી નેતાઓ માટે 'ડ્યુટી-ફ્રી' લક્ઝરી કારનો રસ્તો ચોખ્ખો; ૨૦૨૬ના નવા આંકડાઓ સાથે જાણો કોને મળે છે મફત વીજળી, વિદેશી પ્રવાસ અને લાખોનું ભથ્થું10:43 PM IST
જેફરી એપ્સટાઇન આત્મહત્યા કે પૂર્વનિયોજિત હત્યા? જેલના સીસીટીવીમાં દેખાયેલો ‘નારંગી ઝબકારો’ અને તૂટેલા ગળાના હાડકાં ખોલી રહ્યા છે ઊંડા રહસ્યો! : ન્યૂયોર્ક જેલના ૩૦ મિલિયન દસ્તાવેજોનો પર્દાફાશ: ગાર્ડ્સની રહસ્યમય ઊંઘ, કામ ન કરતા કેમેરા અને હાઈ-પ્રોફાઈલ નામોને બચાવવા ‘ડીપ સ્ટેટ’ના ષડયંત્રની ગંધ10:44 PM IST
પુત્રના પ્રેમની સજા પિતાને મળી: પરિણીત મહિલા સાથે ભાગી જવાની અદાવતમાં પિતાની ક્રૂર હત્યા, નાળામાંથી મળ્યો મૃતદેહ : પ્રેમ પ્રકરણમાં લોહીનો ખેલ: મહિલાના પરિવારે ધમકી આપતા ઘર છોડીને ભાગેલા મજૂર પિતાને શોધીને રહેંસી નાખવામાં આવ્યા; પત્નીની ફરિયાદ બાદ ૧૬ નરધમો સામે હત્યાનો ગુનો દાખલ, ગોરખપુરમાં સનસનાટી10:45 PM IST
બિહારમાં 'ગામડાની સરકાર' માટે રણશિંગુ ફૂંકાયું: ૪૩૬ PACS ની ચૂંટણી તારીખો જાહેર, એક જ દિવસે મતદાન અને પરિણામ : ૨૪ જિલ્લાઓમાં સત્તાના સમીકરણો ગરમાશે: ૧૮ માર્ચે સવારથી સાંજ સુધી બેલેટ બોક્સમાં કેદ થશે ભાવિ, એસસી-એસટી અને મહિલાઓ માટે બેઠકો અનામત; ખેડૂત નેતાઓ માટે નામાંકનથી લઈને વિજય ઉત્સવ સુધીનું કાઉન્ટડાઉન શરૂ10:46 PM IST
બ્રહ્મપુત્રાના પેટાળમાં દોડશે ભારતની પ્રથમ અંડરવોટર 'રોડ-કમ-રેલ' ટનલ: મોદી કેબિનેટની રૂ. ૧૮,૬૬૨ કરોડના મેગા પ્રોજેક્ટને મંજૂરી : નુમાલીગઢ અને ગોહપુર વચ્ચેનું ૨૪૦ કિમીનું અંતર ઘટીને માત્ર ૩૫ કિમી રહી જશે; ચીન સરહદ નજીક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ આ ટનલ વિશ્વની બીજી અને ભારતની એવી પ્રથમ ટનલ હશે જ્યાં એકસાથે ટ્રેનો અને વાહનો પાણીની નીચેથી પસાર થશે10:47 PM IST
અમિત શાહનો રાહુલ ગાંધી પર 'સુનામી' પ્રહાર: "જૂઠું બોલો, જોરથી બોલો અને વારંવાર બોલો - આ જ છે કોંગ્રેસની નીતિ" : ભારત-અમેરિકા વેપાર કરાર મુદ્દે ગૃહમંત્રીએ વિપક્ષી નેતાને આડે હાથ લીધા; ખેડૂતો અને માછીમારોના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં થાય તેવી ખાતરી સાથે ૨૦૨૯માં ફરી 'કમળ' ખીલવાનો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો10:51 PM IST
મહાદેવની નગરી કાશીમાં ‘મહા-ઉત્સવ’: શિવરાત્રી પર બાબા વિશ્વનાથના દરબારમાં સતત 26 કલાક ગુંજશે હર હર મહાદેવ! 20 લાખ ભક્તો માટે લાલ જાજમ અને પુષ્પવર્ષાની તૈયારી : બાબા વિશ્વનાથ રુદ્રાક્ષ અને ડ્રાય ફ્રૂટ્સના ‘સેહરા’માં સજ્જ થઈ આપશે દર્શન; સુરક્ષા માટે કમાન્ડો અને ડ્રોન તૈનાત, વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર11:30 PM IST
અજિત પવાર પ્લેન ક્રેશ: ‘આ અકસ્માત છે કે કાવતરું?’ રોહિત પવારે અમિતભાઈ શાહને પત્ર લખી તપાસની કરી માંગ; ખાનગી એરલાઇન VSR ને બ્લેકલિસ્ટ કરવા આક્રમક રજૂઆત : બારામતી દુર્ઘટના પાછળ ષડયંત્રની શંકા સાથે રોહિત પવાર મેદાનમાં; DGCA અને ઉડ્ડયન મંત્રીને ઈમેલ કરી સત્ય બહાર લાવવા વિનંતી, ‘રાજકીય પ્રભાવ હેઠળ કાર્યવાહી ટાળી રહી છે સરકાર?’11:29 PM IST
ઇરાની શાસન સામે જર્મનીમાં ‘જન આક્રોશ’નો જ્વાળામુખી: મ્યુનિખમાં 2 લાખ લોકોના ગુંજતા અવાજ સાથે પ્રચંડ વિરોધ; દેશવટામાં રહેલા ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પ પાસે માંગી મદદ! : યુરોપના ઇતિહાસનું સૌથી મોટું પ્રદર્શન: ‘હવે નહીં તો ક્યારે?’ ના નારા સાથે ઇરાનમાં સત્તા પરિવર્તનની માંગ તેજ; અત્યાર સુધીમાં 7000 થી વધુ લોકોના મોત બાદ વિશ્વ સમુદાય પાસે ન્યાયની ગુહાર11:25 PM IST
મહારાષ્ટ્રના રાજકારણમાં ‘પવાર પાવર’નો નવો અધ્યાય: સુનેત્રા પવાર બનશે NCPના પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ; અજિત પવારના અવસાન બાદ પક્ષની કમાન સંભાળશે! : પ્રફુલ્લ પટેલનો મોટો ધડાકો: ‘અધ્યક્ષ પદ માટે સુનેત્રા પવાર એકમાત્ર ઉમેદવાર, આગામી 15 દિવસમાં થશે વિધિવત જાહેરાત’; ડેપ્યુટી CM તરીકે મંત્રાલયમાં કામકાજ પણ શરૂ કર્યું11:28 PM IST
ટેક-વર્લ્ડમાં મોટું ‘બ્રેક-અપ’: લાખો યુઝર્સ ChatGPT ને કહી રહ્યા છે બાય-બાય! સબ્સ્ક્રિપ્શન રદ કરવાની હોડ પાછળ શું છે ટ્રમ્પ કનેક્શન? : #QuitGPT ઝુંબેશથી OpenAI ના હોશ ઉડ્યા: ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન એજન્સી રિઝ્યુમ સ્ક્રીનિંગ માટે ChatGPT નો ઉપયોગ કરતી હોવાનો ખુલાસો; પ્રાયવસીના નામે 17,000 થી વધુ યુઝર્સે છોડ્યો સાથ11:36 PM IST
સોના-ચાંદીના રોકાણકારો માટે મોટા સમાચાર: SEBI બદલવા જઈ રહી છે ગોલ્ડ-સિલ્વર ETF ના નિયમો; હવે આંતરરાષ્ટ્રીય માર્કેટની વધઘટ મુજબ ભારતમાં ખુલશે બજાર! : NAV અને કિંમત વચ્ચેના મોટા તફાવતને રોકવા સેબીનો માસ્ટર પ્લાન: ±20% ની ફિક્સ્ડ પ્રાઇસ બેન્ડ દૂર કરી ‘ડાયનેમિક બેન્ડ’ લાગુ કરવાનો પ્રસ્તાવ; પ્રી-ઓપન સેશનથી રોકાણકારોને થશે મોટો ફાયદો11:53 PM IST
ક્રિકેટના મેદાનમાં રનનો ખડકલો કરનાર ‘વન્ડર બોય’ વૈભવ સૂર્યવંશી આ વર્ષે 10માની બોર્ડ પરીક્ષા નહીં આપે: ક્રિકેટ કારકિર્દી માટે લીધો મોટો નિર્ણય! : એડમિટ કાર્ડ આવી ગયું હોવા છતાં અભ્યાસના ભોગે રમતને પ્રાથમિકતા; BCCI ના વ્યસ્ત શેડ્યૂલને કારણે સમસ્તીપુરની લાલનો પરીક્ષાને ‘બાય-બાય’, પિતાએ પ્રિન્સિપાલ સાથે ચર્ચા બાદ કરી જાહેરાત11:54 PM IST
કેરેબિયન સમુદ્રમાં અમેરિકાની પ્રચંડ એરસ્ટ્રાઈક: મિસાઈલ હુમલામાં શંકાસ્પદ ડ્રગ સ્મગલરોની બોટના ફૂરચા ઉડ્યા; વધુ 3 ના મોત સાથે ટ્રમ્પ સરકારના અભિયાનમાં મૃતાંક 133 પર પહોંચ્યો! : નવેમ્બર બાદ પ્રથમવાર કેરેબિયનમાં સૈન્ય કાર્યવાહી: 11 સેકન્ડના વીડિયોમાં દેખાયો મિસાઈલનો કહેર; ડ્રગ્સ માફિયાઓ સામેના ઓપરેશનમાં અત્યાર સુધીમાં 39 સ્ટ્રાઈક, કાયદાકીય નિષ્ણાતોએ ઉઠાવ્યા ગંભીર સવાલો11:57 PM IST
અમેરિકાનો ‘ડિજિટલ શિકાર’: બંદૂક નહીં, AI ના સહારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને દબોચ્યા; પેન્ટાગોનના ‘Claude’ મિશનથી આખી દુનિયા સ્તબ્ધ! : ગુપ્ત સૈન્ય ઓપરેશનમાં પ્રથમવાર એન્થ્રોપિકના એઆઈ મોડલનો ખેલ: કરાકસમાં માદુરો અને તેમની પત્નીની ધરપકડ પાછળ ‘પાલાન્ટિર’ ટેકનોલોજીનો માસ્ટરપ્લાન; ₹1600 કરોડની ડીલ પર હવે વિવાદના વાદળો11:58 PM IST
મતદાર યાદીમાં લોચો: યુપી-એમપી સહિત ૧૦ રાજ્યો ડેડલાઇન ચૂક્યા, હવે ફેબ્રુઆરીના અંત સુધી જોવી પડશે રાહ : ચૂંટણી પંચના આદેશ છતાં વહીવટી વિલંબને કારણે અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં ધાંધિયા; ગુજરાત અને તમિલનાડુ ૧૭ ફેબ્રુઆરીએ નવી યાદી બહાર પાડશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં એપ્રિલ સુધી ચાલશે સુધારણાની પ્રક્રિયા11:59 PM IST
સાવધાન! આયુષ્માન કાર્ડ હોવા છતાં આ 6 બીમારીઓમાં નહીં મળે મફત સારવાર, ખિસ્સા ખાલી થાય તે પહેલા જાણી લો નિયમો : દિલ્હીમાં ૧૦ લાખ તો અન્ય રાજ્યોમાં ૫ લાખ સુધીનું સુરક્ષા કવચ, પણ કોસ્મેટિક સર્જરીથી લઈ ઓપીડીના ખર્ચમાં લાગશે કાતર; ૭૦ વર્ષથી વધુના વૃદ્ધો માટે નવી સુવિધા છતાં આ છૂપી શરતો જાણવી છે જરૂરી1:09 AM IST
મોતને મ્હાત આપી 'મૃતક' યુવાન ઘરે પાછો ફર્યો: અગ્નિસંસ્કારના ત્રણ દિવસ બાદ દીકરાને જીવતો જોઈ પરિવાર સ્તબ્ધ! : મેઘાલય ખાણ વિસ્ફોટમાં જેનો અંતિમ સંસ્કાર કરાયો તે શ્યામબાબુ સિંહા સદેહે પરત ફરતા ચમત્કાર; ઓળખ વિધિમાં મોટી બેદરકારી કે પછી ખરેખર કોની લાશ સળગાવી? વહીવટીતંત્રમાં ફફડાટ અને સવાલોનો મારો12:10 AM IST
અકિલા સોશ્યિલ મીડિયા' જો કોઈ દહેજ માટે દબાણ કરે તો મને માત્ર એક ફોન કરજો ': સુરતમાં 'હલ્દી કુમકુમ' કાર્યક્રમમાં મંત્રી સી.આર. પાટીલે દહેજ મુક્તિનો કડક સંદેશ આપ્યો : તેમણે 'સુકન્યા સમૃદ્ધિ યોજના'ના લાભો સમજાવી ગર્ભ પરીક્ષણ અટકાવવા અપીલ કરી: પાટીલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દહેજ માંગનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સંસ્કારી સમાજનું નિર્માણ થશે.9:27 PM IST
બનાસ નદીના રમણીય તટ પર સ્થિત 700 વર્ષ જૂના સોનેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું : વર્ષો જૂની જીવંત પરંપરા મુજબ સ્થાનિક ખેડૂતો પોતાના ખેતરમાં પેદા થયેલા તાજા શાકભાજી ભગવાન મહાદેવના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે છે:કુદરતના ખોળે વસેલા આ ધામમાં મહાશિવરાત્રીના દિવસે ભક્તિ અને કૃષિ સંસ્કૃતિનો અનોખો સમન્વય11:21 PM IST
'મારે નથી જીવવું, મને મરવા દો..': રાજકોટમાં પરિવારના પક્ષપાતથી કંટાળી યુવતીએ પૂલ પરથી મોતની છલાંગ લગાવવાનો કર્યો પ્રયાસ, ‘અભયમ’ની સતર્કતાએ ઉગારી લીધી! : ભાઈ-બહેન વચ્ચેના ભેદભાવ અને ઘરબંધીથી ત્રસ્ત યુવતીનો આત્મઘાતી નિર્ણય; જાગૃત નાગરિકની એક કોલે ખેલ નવો વળાંક આપ્યો, 181ની ટીમે યુવતીનું કર્યું કાઉન્સેલિંગ10:39 PM IST
જામનગર જિલ્લામાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ : 500 રૂપિયાના દરની નકલી ચલણી નોટો વટાવવા નીકળેલા બે રાજસ્થાની શખ્શો ઝડપાયા : મેઘપર પડાણા પોલીસેની મોટી કાર્યવાહી: કાનાલુસ ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીના રોમીયો ગેઇટ પાસે તપાસ કરતા નકલી નોટ ઝડપાઇ :કુલ પાંચ શખ્સોએ મળીને આ નકલી નોટો બજારમાં વટાવવા માટેનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું.7:41 PM IST
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં લોકસાહિત્ય અને ભક્તિની જમાવટ : નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલે ભવનાથ મહાદેવની આરતી કરી સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો : લોકસાહિત્યકાર અમુદાન ગઢવી અને ગાયક દિપક જોશીએ ભક્તિસભર પ્રસ્તુતિથી ભાવિકોને ડોલાવ્યા : ધારાસભ્ય સંજય કોરડીયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ચોથા દિવસે લોકકળાનો મધુર સમન્વય સર્જાયો10:36 AM IST
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો જૂનાગઢ પ્રવાસ ભક્તિમય બન્યો : ૫ કિમી પદયાત્રા કરી ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું : સિદ્ધેશ્વર મહાદેવના દર્શન અને દેવતણખી ધામની મુલાકાત બાદ ચારણ સમાજના સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપ્યા : પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરી સંગઠનની નવી ટીમને બૂથ સ્તર સુધી મજબૂત થવા આહવાન10:47 AM IST
જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી બજેટ સત્રને લઈ ગાંધીનગર રહેશે : ૧૬ ફેબ્રુઆરીથી ૨૫ માર્ચ સુધી કાર્યાલય પર મુલાકાતીઓને મળી શકશે નહીં : ધારાસભ્યની ગેરહાજરીમાં પણ જનસંપર્ક કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે : લોકપ્રશ્નો માટે દર શનિવારે નિયત સમયે મુલાકાત લેવા ઈચ્છતા નાગરિકોને અગાઉથી સંપર્ક કરવા અનુરોધ10:39 AM IST
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં મહાશિવરાત્રી નિમિત્તે ‘દિવ્યાંગ વંદના સમારોહ’યોજાયો : ૫૦૦થી વધુ દિવ્યાંગોએ કર્યા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દર્શન : પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ ડી.કે. સ્વામીના માર્ગદર્શન હેઠળ ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ સંપન્ન : "સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયુ6:16 PM IST
મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં રંગારંગ કાર્યક્રમ: કૈલાશ ખૈરે શિવભક્તોને મંત્રમુગ્ધ કર્યા : સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર દ્વારા ભગવાન શિવને સમર્પિત 'અગડ બમ બબમ...શિવ લહેરી', 'જય જયકારા...', 'શિવ શિવ શિવ શંભો', 'કણ કણ મેં શિવ', 'પ્રીત કી લત મોહે ઐસી લાગી', 'એરી સખી મંગલ ગાવો રી...' વગેરે જેવી કર્ણપ્રિય પ્રસ્તુતિઓથી ઉપસ્થિત સર્વેનું મન મોહ્યું 12:42 PM IST
જૂનાગઢના મિની કુંભમાં શ્રદ્ધાનો મહાસાગર : નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલે ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી પદયાત્રા કરી મહાદેવના આશીર્વાદ લીધા : ધારાસભ્ય સંજય કોરડીયા સાથે સામાન્ય ભાવિકોની જેમ મેળામાં મહાલ્યા : અગ્નિ અખાડાના ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપી : પાણીના પરબ પર સ્વયંસેવકોની સેવાભાવનાને બિરદાવતા મંત્રી10:43 AM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
સંજય ક્રિષ્નમૂર્તિએ 33 બોલમાં 68 રન ઝૂડ્યા :અમેરિકાએ નામિબિયાને 31 રનથી હરાવ્યું:સુપર-એઇટની આશા જીવંત : અમેરિકાને ભારતીય મૂળના ખેલાડી સંજય ક્રિષ્નમૂર્તિ (68 અણનમ, 33 બૉલ, છ સિક્સર, ચાર ફોર)એ જિતાડ્યું:જીતમાં કૅપ્ટન અને ઓપનર મોનાંક પટેલ ( 52 રન, 30 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું પણ મોટું યોગદાન 11:36 PM IST
ભારત-પાકિસ્તાન જંગ પહેલા કેપ્ટન સૂર્યાનો ‘માસ્ટર પ્લાન’: ઉસ્માન તારિક હોય કે કોલંબોની મિસ્ટ્રી, દરેક સવાલનો આપ્યો બિન્દાસ જવાબ; પાક. સામે જીતનો વિશ્વાસ! : ટીમ ઇન્ડિયા મેદાન મારવા તૈયાર: અભિષેક શર્માને રમાડવા અંગે સૂર્યાએ આપ્યા ખાસ સંકેત; શ્રીલંકાની પરિસ્થિતિઓથી વાકેફ ભારતીય ખેલાડીઓ હવે રણમેદાનમાં બતાવશે દમ11:12 PM IST
કોલંબોમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કે સ્પિનરોની માયાજાળ? ભારત-પાક જંગ પહેલા પીચ રિપોર્ટે વધાર્યું સસ્પેન્સ; પાકિસ્તાની છાવણીમાં ખુશીનો માહોલ : પ્રેમદાસાની પીચ પર બોલરોનું રાજ ચાલશે: ઓસ્ટ્રેલિયા-ઝિમ્બાબ્વે મેચવાળી જ પીચ પર રમાશે મહામુકાબલો; ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કરી શકે છે મોટા ફેરફાર, કુલદીપ અને વોશિંગ્ટનની એન્ટ્રી નક્કી!10:19 PM IST
ભારતનો સ્ટાર ક્રિકેટર ઈશાન કિશન જયપુરમાં ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાસાથે લગ્નગ્રંથીએ જોડાશે : સુંદરતા મામલે બૉલિવૂડ અપ્સરાઓથી જરા પણ કમ નથી અદિતિ : 2018માં મિસ ડીવાનો ખિતાબ જીતીને મોડલિંગની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી :સ્ટેન્ડમાં 'મિસ્ટ્રી ફેન ગર્લ' તરીકે અદિતિની હાજરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું 11:27 PM IST
પાકિસ્તાન ફફડ્યું: "અલ્લાહ કરે કાલે વરસાદ પડે!" પૂર્વ પાક. ક્રિકેટરે હારના ડરથી માંગી દુઆ, ટીમ ઈન્ડિયાના શાહી ઠાઠ જોઈ પાડોશી દેશ સ્તબ્ધ : કોલંબોમાં ભારત-પાક મહામુકાબલો: પાકિસ્તાની ખેલાડીઓ સામાન્ય ફ્લાઈટમાં આવ્યા જ્યારે ભારતની સેના માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન; હાર્દિકની કરોડોની ઘડિયાળ અને ફેન્સના વૈભવની પાકિસ્તાની મીડિયામાં ચર્ચા9:33 PM IST
અમદાવાદમાં એડન માર્કરામનું વાવાઝોડું: ન્યૂઝીલેન્ડના બોલરોને બરાબરના ધોયા, T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી ઝડપી ફિફ્ટીનો નવો કીર્તિમાન! : માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી એબી ડી વિલિયર્સ અને ડી કોકનો રેકોર્ડ તોડ્યો; નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્કરામની વિસ્ફોટક બેટિંગથી દક્ષિણ આફ્રિકા સુપર-8ની અણી પર11:14 PM IST
બ્રહ્માંડની સર્વપ્રથમ પ્રેમકથા હવે મોટા પડદે: સારેગામા લાવે છે ભવ્ય એનિમેટેડ ફિલ્મ 'શિવ સતી', દૈવી પ્રેમ અને સમર્પણનો અદભૂત નજારો જોવા મળશે : વેલેન્ટાઇન ડે પર સારેગામાની મોટી જાહેરાત: અત્યાધુનિક ટેકનોલોજી અને પૌરાણિક ભવ્યતા સાથે જીવંત થશે ભગવાન શિવ અને દેવી સતીની અમર ગાથા; બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ મંત્રમુગ્ધ થશે10:18 PM IST
બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્નાની હાલત ‘ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો’ જેવી થઈ : ‘ભાગમ ભાગ ૨’ માટે ‘દ્રશ્યમ ૩’ છોડી અને હવે બંને ફિલ્મો હાથમાંથી ગઈ : કેઆરકેનો દાવો - અક્ષય ખન્નાના સ્થાને મનોજ બાજપેયીની એન્ટ્રી થતા હવે અભિનેતા પાસે એક પણ પ્રોજેક્ટ નથી : પરેશ રાવલે ગોવિંદાની ખોટ વર્તાશે તેમ કહી નવા સ્ટારકાસ્ટ પર મહોર મારી9:02 PM IST























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































