તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
અરવલ્લીના મોડાસાના વાણીયાદ ચોકડી પાસે ઘોડેસવારને અજાણી કારે ટક્કર મારતા અશ્વ અને અશ્વપાલકને ઇજા
ઈજાગ્રસ્ત અશ્વ પાલકને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો

અરવલ્લીના મોડાસાના વાણીયાદ ચોકડી પાસે ઘોડેસવારને અજાણી કારે ટક્કર મારી. અકસ્માતમાં અશ્વ અને મુલોજ ગામના અશ્વ પાલકને ઈજા પહોંચી છે. અકસ્માતમાં અશ્વ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત અશ્વ પાલકને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે. અશ્વને નિયમિત ચાલ અને ચારો ચરાવવા લઈ જતા બની ઘટના. કાર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. ઘટનાને લઈ સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
