તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
મોરબીમાં જડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા.
ચાર પ્રહરની પૂજા, ૧૦૮ દીવડાની દીપમાળા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહાશિવરાત્રીના પાવન પર્વે મોરબી શિવમય બની ગયું હતુ . ત્યારે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતુ. શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આજના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મંદિરના ટ્રસ્ટી યશવંતભાઈ જોશીએ કાર્યક્રમની વિગત આપતા જણાવ્યું હતું કે, મંદિરે ર૪ કલાક અખંડ પૂજા-અર્ચના ચાલુ રહેશે.
સવારે ૪:૦૦ કલાકે: રુદ્રી પાઠ સાથે દિવસની શરૂઆત.
સવારે ૯:૦૦ કલાકે: પ્રથમ આરતી.
સવારે ૧૦:૦૦ કલાકે: ધ્વજારોહણ.
બપોરે ૧૨:૦૦ કલાકે: મધ્યાહન આરતી અને ભગવાનને ભોગ-થાળ ધરાવાશે.
બપોરે: ૧૦૧ બ્રાહ્મણોનું બ્રહ્મભોજન.
બપોરે ૯:૦૦ વાગ્યાથી: શૃંગાર દર્શનની શરૂઆત.
સાંજે ૭:૦૦ કલાકે: ૧૦૮ દીવડાઓની ભવ્ય દીપમાળા.
સાંજે: દીપમાળા બાદ મહાઆરતી.
સાંજે ૭:૩૦ કલાકે: ભાવિકો માટે મહાપ્રસાદ વિતરણ.
રાત્રિના: રાત્રે ૮ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી ચારેય પ્રહરની વિશેષ પૂજા કરવામાં આવશે.
યુવા પેઢીને ખાસ સંદેશ:
યશવંતભાઈ જોશીએ આજના યુવાનોને એક પ્રેરક સંદેશ આપતા કહ્યું હતું કે, "જીવનમાં ગમે તે પ્રગતિ કરો, પરંતુ ઈશ્વરથી વિમુખ ન થાવ. ભગવાન સાથેનો નાતો અતૂટ રાખો, જેથી તમારા જીવનના દરેક સંકલ્પો અને મનોકામનાઓ પૂર્ણ થાય."આજે શિવરાત્રી નિમિત્તે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ જડેશ્વર મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
