તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
હવે વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલે કહ્યુ- જો સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા મને વાર નહીં લાગે.
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડવાની ધમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો

નવસારીથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયો હોય તેવુ તેમની બોડી લેંગવેજ પરથી લાગી રહ્યુ છે. અનંત પટેલે એક કાર્યક્રમ દરમિયાન સભામાં કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યુ જો સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા મને કોઈ વાર નહીં લાગે. હાલ અનંત પટેલના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે જ્યારે બીજી તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે
અનંત પટેલે કહ્યુ હું આદિવાસી સમાજમાં જન્મ્યો છુ અને આદિવાસી સમાજમાં જ રહીશ અને આ જ સમાજમાં મરીશ. અમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. અમારુ એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે.
ધારાસભ્ય અનંત પટેલના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અનંત પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. છેલ્લા લાંબા સમયથી સૂત્રો દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે અનંત પટેલ આપના સંપર્કમાં છે. ત્યારે અનંત પટેલનું હાલનુ નિવેદન ઘણુ સૂચક મનાઈ રહ્યુ છે અને મોટા ઉથલપાથલના સંકેત સૂચવી રહ્યુ છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
