તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
ગૌતમ ગંભીરનું 'મિશન પાકિસ્તાન': પડોશી દેશની ૫ નબળાઈઓ પર હુમલો કરી ગુંજશે 'ચક દે ઈન્ડિયા'
બાબર આઝમને આઉટ નહીં પણ 'બંધી' બનાવવાનો પ્લાન; ઉસ્માન તારિકની મિસ્ટ્રી સોલ્વ કરવા સૂર્યાએ પોતે જ સંભાળી બોલિંગ

કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચેના જંગમાં મેદાન પરના ખેલાડીઓ કરતા ડ્રેસિંગ રૂમમાં બેઠેલા 'માસ્ટરમાઈન્ડ' ગૌતમ ગંભીરની ચર્ચા વધુ થઈ રહી છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના આ મહામુકાબલામાં ગંભીરે પાકિસ્તાનનો ખેલ ખતમ કરવા માટે પાંચ એવા 'ઘાતક પ્રહારો' તૈયાર કર્યા છે જે બાબર સેનાને સ્તબ્ધ કરી દેશે. આ વખતે ભારતીય ટીમ માત્ર બેટ અને બોલથી જ નહીં, પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે પણ પાકિસ્તાન પર હાવી થવા તૈયાર છે. ગંભીરની આક્રમક વ્યૂહરચનાએ પાકિસ્તાની છાવણીમાં અત્યારથી જ ફફડાટ ફેલાવી દીધો છે.
ગંભીરનો સૌથી ચોંકાવનારો પ્લાન બાબર આઝમને લઈને છે. ગંભીર જાણે છે કે બાબરનો ૧૩૦નો સ્ટ્રાઈક રેટ ભારત માટે ફાયદાકારક છે, તેથી વ્યૂહરચના એવી છે કે તેને આઉટ કરવાને બદલે ક્રીઝ પર ટકાવી રાખવો જેથી પાકિસ્તાનનો રન રેટ વધે જ નહીં. બીજી તરફ, શાહીન આફ્રિદીની ધાર વગરની બોલિંગનો ફાયદો ઉઠાવવા સૂર્યા અને ગંભીરે શરૂઆતની ઓવરોમાં જ તેના પર આક્રમણ કરવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાન જેની 'મિસ્ટ્રી એક્શન' પર ગર્વ કરી રહ્યું છે તે ઉસ્માન તારિકનો તોડ કાઢવા માટે કેપ્ટન સૂર્યાએ પોતે પ્રેક્ટિસમાં તેની નકલ કરી ભારતીય બેટ્સમેનોને તૈયાર કર્યા છે.
કોલંબોની ટર્નિંગ પીચ પર વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન જાળ પાકિસ્તાનના મધ્યમ ક્રમને વેરવિખેર કરવા સક્ષમ છે. પરંતુ સૌથી વધુ ચર્ચા ગંભીરની 'માઈન્ડ ગેમ'ની છે. મેદાન પર દબાણ વધારવા માટે ટોસ સમયે 'હાથ ન મિલાવવાની' કડક નીતિ જેવી યુક્તિઓ પણ અજમાવી શકાય છે. ગંભીર જાણે છે કે પાકિસ્તાની ટીમ દબાણમાં વહેલી ભાંગી પડે છે, અને આ જ તેની સૌથી મોટી નબળાઈ છે. જો ગંભીરનો આ માસ્ટર પ્લાન સફળ રહ્યો, તો આજે કોલંબોના મેદાન પર પાકિસ્તાનનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ જશે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
