<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

સોનું હવે સામાન્ય માણસની પહોંચ બહાર? વડોદરામાં ૧૦ ગ્રામના ભાવે મચાવી સનસનાટી

૨૪ કેરેટ સોનું રૂ. ૧.૫૭ લાખને પાર: લગ્નની સીઝન વચ્ચે ચાંદી પણ ૨.૭૫ લાખના ઐતિહાસિક સ્તરે પહોંચી

વડોદરા: જો તમે આજે સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા ખિસ્સા પર મોટો બોજો પડવાનો છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વડોદરાના બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જે ઉછાળો જોવા મળ્યો છે તેણે રોકાણકારો અને ગ્રાહકો બંનેને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વડોદરામાં આજે ૨૪ કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામના રૂ. ૧,૫૭,૮૦૦ સુધી પહોંચી ગયો છે. જ્યારે દાગીના માટે વપરાતા ૨૨ કેરેટ સોનાનો દર રૂ. ૧,૪૪,૬૫૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો છે. સોનાના આ આસમાની ભાવે મધ્યમ વર્ગના પરિવારો માટે લગ્નની ખરીદીને એક મોટો પડકાર બનાવી દીધી છે.

માત્ર સોનું જ નહીં, સફેદ ધાતુ ગણાતી ચાંદી પણ આજે લાલચોળ તેજીમાં છે. વડોદરામાં ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. ૨,૭૫,૦૦૦ પર સ્થિર થયો છે. એટલે કે ૧૦ ગ્રામ ચાંદી ખરીદવા માટે પણ તમારે ૨,૭૫૦ રૂપિયા ચૂકવવા પડશે. આ ભાવ વધારો માત્ર વડોદરા પૂરતો મર્યાદિત નથી; અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગર જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ સોના-ચાંદીના ભાવ સમાન સ્તરે જોવા મળી રહ્યા છે. દક્ષિણ ભારતના શહેરો જેમ કે ચેન્નાઈ અને હૈદરાબાદમાં તો ચાંદીનો ભાવ રૂ. ૨,૮૦,૦૦૦ ને પણ વટાવી ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં થતી હલચલ અને વધતી જતી માંગને કારણે બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં પણ કિંમતોમાં વધઘટ ચાલુ રહી શકે છે. વડોદરાના ઝવેરી બજારમાં અત્યારે ભાવ વધારાને કારણે ઘરાકીમાં થોડી સુસ્તી જોવા મળી રહી છે, પરંતુ લગ્નના મૂર્ત હોવાથી લોકો મજબૂરીમાં પણ ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, અંબાલાલ પટેલની ભારત-પાકિસ્તાન મેચને લઈને આવેલી આગાહીએ પણ લોકોમાં ઉત્તેજના વધારી દીધી છે, જેનાથી બજારના સેન્ટિમેન્ટ પર શું અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે.

(10:40 AM IST)