તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
આણંદની કરમસદની મેડિકલ હોસ્પિટલ વિવાદમાં : આયુષ્યમાન કાર્ડથી સારવાર કરવાનો ઈનકાર કર્યો
સારવાર દરમિયાન દર્દીના સંબંધીઓએ અભદ્ર વર્તન કર્યુ હોવાનો આરોપ લાગ્યો

આણંદની કરમસદની મેડિકલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. દર્દીને શ્વાસમાં તકલિફ તા કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડથી સારવાર કરવાનો ઈનકાર કરતા વિવાદ થયો છે. સારવાર દરમિયાન દર્દીના સંબંધીઓએ અભદ્ર વર્તન કર્યુ હોવાનો આરોપ લાગ્યો છે.
ઉમરેઠ તાલુકાના શીલી ખોરવાડ ગામના વતની હિતેન્દ્રસિંહ દેવીસિંહ ચૌહાણ નામના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક સારવાર માટે કરમસદ કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરવાનો ઇનકાર કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
