<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

સમસ્ત તડવી પરિવાર, નર્મદા જિલ્લા દ્વારા આયોજિત કેવડીયા કોલોની ખાતે આદિવાસી પરંપરા મુજબ ચોથા સમુહલગ્નોત્સવમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યાં

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સમસ્ત તડવી પરિવાર, નર્મદા જિલ્લા દ્વારા આયોજિત કેવડીયા કોલોની ખાતે આદિવાસી પરંપરા મુજબ ચોથા સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું, આ પ્રસંગે આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા અને તમામ નવદંપતિઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા,તથા સમાજમા એકતા, સમાનતા અને ખોટા ખર્ચમાં બચત જેવા ઉમદા ઉદ્દેશ્યો થી કરવામાં આવેલ આયોજન બદલ આયોજકઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતા.

(5:09 PM IST)