<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ભુજની પાલારા ખાસ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત :બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન, રાઉટર મળ્યું

સ્થાનિક ઝડતી ટીમે એન્ડ્રોઈડ મોબાઈલ સીમકાર્ડ વગરનો, મોબાઈલ કંપનીનુ રાઉટર, બેટરી તેમજ સફેદ કલરનું ચાર્જર કબ્જે કર્યુ

કચ્છના ભુજની પાલારા ખાસ જેલમાંથી મોબાઇલ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે બપોરે સ્થાનિક તપાસ ટીમે ઝડતી કરતા મોબાઈલ મળી આવ્યો હતો.  પાલારા જેલમાં સર્કલ 202 ના યાર્ડ નંબર 09, બેરેક નંબર 505 ની બહાર આવેલ જનરલ બાથરૂમની ગટરની ચેમ્બરના પાઈપમાંથી બિનવારસી હાલતમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હતી. 

   સ્થાનિક ઝડતી ટીમે  એન્ડ્રોઈડ મોબાઈલ સીમકાર્ડ વગરનો, મોબાઈલ કંપનીનુ રાઉટર, બેટરી તેમજ સફેદ કલરનું ચાર્જર કબ્જે કર્યુ હતું. ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે જેલર બી.કે.જાખલે ગુનો નોંધાવ્યો હતો. ચાલુ હાલતમાં મળેલો મોબાઈલમાં પાસવર્ડ રાખેલા હોવાથી વધારે વિગતો જાણી શકાઈ ન હતી. પોલીસે મોબાઈલને એફએસએલ તપાસ માટે મોકલાવ્યો છે. જેની વિગતો સામે આવ્યા બાદ મોબાઈલનો ઉપયોગ કોને અને શા માટે કરેલો છે તે સહીતની વિગતો સામે આવશે.

(4:48 PM IST)