તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
જસદણના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી
સવારે અને બપોરે બે વખત રુદ્રાભિષેકનું આયોજન: મંદિર પરિસરમાં 1008 દીવડાઓ પ્રજ્વલિત કરી આધ્યાત્મિક માહોલ

જસદણના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. મંગળા આરતી ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સવારે અને બપોરે બે વખત રુદ્રાભિષેકનું આયોજન કરાયું છે. મંગળા આરતી બાદ ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. દિવસ દરમિયાન બે વખત ધ્વજારોહણ અને મહાદેવની મહાપૂજા કરવામાં આવી. બપોરે 12 વાગ્યે મહા આરતી, સાંજે શૃંગાર દર્શન અને સંધ્યા આરતી કરાશે. ચારેય પ્રહરની આરતીઓનું આયોજન, ભક્તો ઉમટી પડશે. ઋષિકુમારો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર અને લઘુરુદ્ર પાઠ ચાલી રહ્યાં છે. મંદિર પરિસરમાં 1008 દીવડાઓ પ્રજ્વલિત કરી આધ્યાત્મિક માહોલ સર્જાશે. વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
