<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

ભારતનો સ્ટાર ક્રિકેટર ઈશાન કિશન જયપુરમાં ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાસાથે લગ્નગ્રંથીએ જોડાશે

સુંદરતા મામલે બૉલિવૂડ અપ્સરાઓથી જરા પણ કમ નથી અદિતિ : 2018માં મિસ ડીવાનો ખિતાબ જીતીને મોડલિંગની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી :સ્ટેન્ડમાં 'મિસ્ટ્રી ફેન ગર્લ' તરીકે અદિતિની હાજરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન T20 વર્લ્ડકપમાં પોતાના ઉમદા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આજે પાકિસ્તાન વિરુદ્ધ ખરાખરીના જંગમાં સૌ કોઈ ઈશાન કિશનની આક્રમક ફટકાબાજી પર મીટ માંડીને બેઠા છે, એવામાં ઈશાન કિશન અંગત જીવનમાં પોતાની ગર્લફ્રેન્ડને લઈને પણ ચર્ચામાં છે.

ઈશાન કિશનના મોટાભાઈએ પણ પોતાની પસંદની યુવતી સાથે લગ્ન કર્યાં છે. આથી ઈશાન જેની સાથે લગ્ન કરવા માંગે, તેને અમારા તરફથી પુરી છૂટ છે. એવામાં સૌ કોઈ નજર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા વિશે જાણવા આતુર છે. 

2019માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019) દરમિયાન ઈશાન અને અદિતિના રિલેશનશિપ અંગેની અટકળો વહેતી થઈ હતી. આ સમયે સ્ટેન્ડમાં 'મિસ્ટ્રી ફેન ગર્લ' તરીકે અદિતિની હાજરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ.

મૂળ રાજસ્થાનના જયપુરની અદિતિ હુંડિયાએ 2018માં મિસ ડીવાનો ખિતાબ જીતીને મોડલિંગની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. આ સિવાય અદિતિ ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. તેમજ નેશનલ બ્યૂટી ક્વિક કૉમ્પિટિશન સુધી પણ પહોંચી ચૂકી છે. 

ફેશનની દુનિયામાં સક્રિય રહેવાની સાથે-સાથે અદિતિ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અદિતિ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોઈ શકાય છે.

 

(11:27 PM IST)