<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

શ્રી મુક્તજીવન સ્વામી બાપા નગર પ્રાથમિક શાળા નંબર 19 બોટાદના વિદ્યાર્થીઓએ લીધી અગરબત્તી બનાવતા ગૃહ ઉદ્યોગની મુલાકાત

વિદ્યાર્થીઓએ અગરબત્તી, પાપડ સહિતની વસ્તુઓ બનાવતા ગૃહ ઉદ્યોગની મુલાકાત લઇ વ્યવસાયિક શિક્ષણ મેળવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : શનિવાર એટલે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે. શનિવારે વિદ્યાર્થીઓને અવનવું શીખવી શકાય અને નવી જાણકારી આપી શકાય તેવા ઉમદા હેતુથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા નગર પ્રાથમિક શાળા નંબર 19 બોટાદના શિક્ષક હર્ષાબેન રાવળ દ્વારા  અગરબત્તી પાપડ સહિતની વસ્તુઓ બનાવતા ગૃહ ઉદ્યોગની વિદ્યાર્થીઓને મુલાકાત કરાવવામાં આવી હતી. 

  અગરબત્તી, પાપડ સહિતની વસ્તુઓ ગૃહ ઉદ્યોગમાં કેવી રીતે બનાવવામાં આવે છે તેની વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.  ગૃહ ઉદ્યોગની બાદ વિદ્યાર્થીઓએ મેળવેલ માહિતી અંગે અહેવાલ લેખન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પણ નવી માહિતી મેળવીને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે વિદ્યાર્થીઓને કાંઈક નવું જ શીખવવા માટે શ્રી  મુક્તજીવન સ્વામી બાપા નગર પ્રાથમિક શાળા નંબર 19 બોટાદના શિક્ષક હર્ષાબેન રાવળ દ્વારા બાળકોને અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે.

(4:51 PM IST)