News of Sunday, 15th February 2026
પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલ મેઘપર પડાણાના NDPS ગુન્હાના આરોપીને પંજાબથી પકડી લેવાયો
પંચકોશી બી ડિવિઝન, એસઓજી,શાખા અને મેઘપર પોલીસ સ્ટેશનની ટીમે વિશાલસીંધ જસવિંદરસીંધ ઉર્ફે જસવિરસીંઘ મટુ ને તેના વતન પંજાબ ખાતેથીદબોચી લીધો

જામનગર :ગઈ તા.૦૭/૦૨/૨૦૨૬ ના રોજ મેઘપર(પડાણા)પો.સ્ટે.ના પાર્ટ બી ગુ.ર.નં. ૧૦૦/૨૦૨૬ NDPS એકટની કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબના ગુન્હાના કામે પોલીસ કસ્ટડીના રીમાન્ડ પરના આરોપી વિશાલસીંધ જસવિંદરસીંધ ઉર્ફે જસવિરસીંધ મટુ પોલીસ જાપ્તાના કર્મચારીઓની નજર ચુકવી પોલીસ સ્ટેશન ખાતેથી નાશી ગયેલ હતો. જે આરોપીને તેના વતન પંજાબ ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
મેઘપર (પડાણા) પો.સ્ટે.ના પાર્ટ બી ગુ.ર.નં. ૧૦૦/૨૬ NDPS એકટની કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબના ગુન્હાના કામે પોલીસ કસ્ટડીના રીમાન્ડ પરના આરોપી વિશાલસીંધ જસવિંદરસીધ ઉર્ફે જસવિરસીંઘ મટુ પોલીસ જાપ્તાના કર્મચારીઓની નજર ચુકવી પોલીસ સ્ટેશન ખાતેથી નાશી ગયેલ હતો. જે બાદ આરોપી વિરૂધ્ધ કાયદેસરની અટકાયતમાથી નાશી જવા બદલ મેઘપર(પડાણા)પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં. ૧૦૪/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૬૨ મુજબનો ગુન્હો નોંધાયેલ હતો
. પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓની સુચના મુજબ જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) તથા મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ પ્રતિભા (IPS) નાઓના સીધા માર્ગદર્શન અને સુચના અનુસાર જામનગર જીલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખા તેમજ પંચકોષી-બી ડિવીઝન પો.સ્ટે. તથા મેઘપર (પડાણા) પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી નાશી ગયેલ આરોપી અંગે જરૂરી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીંગથી તપાસ કરી રહેલ હોય
દરમ્યાન આરોપી પોતે તેના વતનમા પંજાબ ખાતે હોવાની ચોકસ બાતમી મળતા પો.ઈન્સ. વી.જે.રાઠોડ પંચકોષી-બી ડિવીઝન પો.સ્ટે. તથા પો.સ.ઈ. એ.વી ખેર એસ.ઓ.જી. શાખા જામનગર તથા પો.હેડ કોન્સ લાખનસિંહ જાડેજા મેઘપર પો.સ્ટે. તથા પો.કોન્સ. જયેશભાઇ પઢેરીયા એસ.ઓ.જી. શાખા તથા જયદિપસિંહ જાડેજા પંચકોષી-બી ડીવીઝન પો.સ્ટે. નાઓની ટીમ પંજાબ ખાતે મોકલતા નાશી ગયેલ આરોપી વિશાલસીંધ જસવિંદરસીંધ ઉર્ફે જસવિરસીંઘ મટુ ને તેના વતન પંજાબ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ:-(૧) પોલીસ ઈન્સ.વી.એમ.લગારીયા તથા એલ.સી.બી શાખા જામનગરના કર્મચારીઓની ટીમ (૨) પોલીસ ઈન્સ.બી.એન.ચૌધરી તથા એસ.ઓ.જી. શાખા જામનગરના કર્મચારીઓની ટીમ
(૩) પોલીસ ઈન્સ. વી.જે.રાઠોડ પંચકોષી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન(૪) પોલીસ સબ ઈન્સ.aki એ.વી.ખેર એસ.ઓ.જી. શાખા જામનગર(૫) પોલીસ હેડ કોન્સ. લાખનસિંહ જાડેજા મેઘપર(પડાણા)પો.સ્ટે.(૬) પોલીસ કોન્સ. જયેશભાઈ પઢેરીયા એસ.ઓ.જી. શાખા જામનગર (૭) પોલી કોન્સ. જયદિપસિંહ જાડેજા પંચકોષી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન હતા
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
