News of Sunday, 15th February 2026
મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં રંગારંગ કાર્યક્રમ: કૈલાશ ખૈરે શિવભક્તોને મંત્રમુગ્ધ કર્યા
સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર દ્વારા ભગવાન શિવને સમર્પિત 'અગડ બમ બબમ...શિવ લહેરી', 'જય જયકારા...', 'શિવ શિવ શિવ શંભો', 'કણ કણ મેં શિવ', 'પ્રીત કી લત મોહે ઐસી લાગી', 'એરી સખી મંગલ ગાવો રી...' વગેરે જેવી કર્ણપ્રિય પ્રસ્તુતિઓથી ઉપસ્થિત સર્વેનું મન મોહ્યું

સોમનાથ: મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ભારતની અડગ આસ્થા, સાહસ અને સ્વાભિમાનનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના આંગણે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ યોજાયા હતા.
સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર દ્વારા ભગવાન શિવને સમર્પિત 'અગડ બમ બબમ...શિવ લહેરી', 'જય જયકારા...', 'શિવ શિવ શિવ શંભો', 'કણ કણ મેં શિવ', 'પ્રીત કી લત મોહે ઐસી લાગી', 'એરી સખી મંગલ ગાવો રી...' વગેરે જેવી કર્ણપ્રિય પ્રસ્તુતિઓથી ઉપસ્થિત સર્વેનું મન મોહ્યું હતું.
ઉર્વશી રાદડિયા-પાર્થ ઓઝાએ ભક્તિમય માહોલ બાંધ્યો
જ્યારે ઉર્વશી રાદડિયાએ સૂરીલા સ્વરમાં 'સોમનાથ મહાદેવ ભોળિયા....', 'ભજન વિના ભૂખ નહીં ભાંગે', 'વનમાં રે મહાદેવનો ચેલો' સહિત ભૈરવી રાગમાં અનેક પ્રસ્તુતિઓ અને પાર્થ ઓઝા દ્વારા ઘેઘૂર અવાજમાં ભક્તિસભર પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત અમદાવાદના સેલ્યૂટ ડાન્સ ગ્રુપ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રંગારંગ કાર્યક્રમ
આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, ગુજરાત ટુરિઝમ મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓએ મનભરી માણી હતી.
પોલીસ કર્મચારીઓ, GRD અને SRP જવાનો તૈનાત રહેશે. સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તાર પર 70થી વધુ CCTV કેમેરા, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડૉગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
