News of Sunday, 15th February 2026
રાજપીપલાના જીન કમ્પાઉન્ડ ખાતે માછી યુવક મંડળ રાજપીપલાનો 35 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો.
સમૂહ લગ્નોત્સવમાં 14 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી દાંપત્ય જીવનની શરૂઆત કરી:નવયુગલોએ સંતો મહાનુભાવોના આશીર્વાદ સહ આશીર્વચન મેળવી ધન્યતા અનુભવી: 85 જેટલી વસ્તુઓ કન્યાઓને દાતાઓ દ્વારા કન્યાદાનમાં મળી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:માછી યુવક મંડળ રાજપીપલા આયોજિત 35 મો સમૂહ લગ્ન ઉત્સવ કાર્યક્રમ જીન કમ્પાઉન્ડ રાજપીપલા ખાતે યોજાઈ ગયો. જેમાં 14 જેટલા યુગલોએ સંતો/ મહાનુભાવોના આશીર્વાદ સહ આશીર્વચન મેળવી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી જ્યારે સમારંભના પ્રમુખ હેમંતભાઈ ઉર્ફે રવિભાઈ માછી તેમજ સંતો /મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્નોત્સવ પ્રસંગને ખુલ્લો મુકવામાં આવ્યો.
યુવક મંડળના પૂર્વ પ્રમુખ ડાહયાભાઈ માછી દ્વારા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શબ્દો થકી સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં મંડળના પ્રમુખ /મંત્રી તેમજ સદસ્યો દ્વારા મહાનોભાવોને પુષ્પહાર/ પુષ્પગુચ્છ દ્વારા સત્કારવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂ. શિવરામદાસજી મહારાજ પૂ. રજનીકાંત પંડ્યા પૂ.સ્વામી સિદ્ધેશ્વરદાસજી ધારાસભ્ય ડૉ. દશૅનાબેન દેશમુખ ધારી સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ માજી ધારાસભ્ય પી.ડી. વસાવા અર્જુનભાઈ માછી વગેરે એ સમૂહ લગ્નોત્સવ પ્રસંગને અનુરૂપ પોતાના વક્તવ્યોમા માછી યુવક મંડળ રાજપીપલા દ્વારા વર્ષોથી થતી સમૂહ લગ્નની આ નિ:સ્વાર્થ પ્રવૃત્તિને પ્રવર્તમાન સમયની સરાહનીય સમાજ ઉપયોગી કામગીરી જણાવીને તેને બિરદાવી પ્રભુતામાં પગલા પાડનાર ૧૪ જેટલા યુગલોને પોતાની વાણીમાં આશીર્વાદ આપી આશીર્વચન પાઠવી સમૂહ લગ્નોત્સવના આ યજ્ઞમાં જોડાવા બદલ સહદય શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆત પહેલા સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કુલદિપસિંહ ગોહિલ આશિષ પટેલ પૂર્વ સચિવ હર્ષદભાઈ વસાવા સુનિલભાઈ પટેલ ડો.રવિ દેશમુખ કમલેશભાઈ પટેલ વગેરે શુભેચ્છા મુલાકાત લઈ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા.આ સમૂહ લગ્નોત્સવમાં 85 જેટલી અનેકવિધ વસ્તુઓ દાતાઓ દ્વારા કન્યાઓને કન્યાદાનમાં આપવામાં આવી હતી. ૧૪ વરરાજાઓનો વરઘોડો મોટા માછીવાડથી શરૂ કરી સમૂહ લગ્નોત્સવ સ્થળ જીન કંપાઉન્ડ સુધી કાઢવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાઈ ડી.જે.ના તાલે મસ્ત બની નાચવાનો આનંદ લીધો હતો. મધ્યરાત્રીએ હસ્તમેળાપના સમયે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવયુગલોને લગ્નના ફેરા ફેરવી લગ્નોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો.
સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મેહુલભાઈ માછી તાલુકા પંચાયત સંખેડા ના સદસ્ય જીતુભાઈ માછી ૨૮ગામ માછી સમાજના મહામંત્રી પ્રકાશકુમાર માછી ઉપપ્રમુખ ગોપાલભાઈ માછી સહમંત્રી અર્જુનભાઈ માછી નર્મદા જીલ્લા ભા.જ.પા.શહેર મંત્રી વિપુલભાઈ માછી તેમજ શ્રી સમસ્ત રાજપીપલા પાંચ ફળિયાના મુખ્ય આગેવાન પટેલો સહિત મોટી સંખ્યામાં ૨૮ ગામ માછી સમાજના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો /મહાનુભાવોનો ઋણ સ્વીકાર પ્રસ્તુત ડાહયાભાઈ માછીએ કર્યો હતો. જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશકુમાર બી. માછીએ કર્યું હતું.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
