<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢમાં :ભવનાથમાં મહાશિવરાત્રીના મેળના અંતિમ દિવસે સહભાગી થયા

સાધુ-સંતો સાથે મુલાકાત કરી. સાથે ભવનાથ મંદિરે મહાદેવની પૂજા પાઠ કરી:રાજ્યના નાણીમંત્રી, ભાજપ આગેવાનો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા.

જૂનાગઢ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢમાં પહોંચ્યા. ભવનાથમાં મહાશિવરાત્રીના મેળના અંતિમ દિવસે સહભાગી થયા. મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરના સાધુ-સંતો સાથે મુલાકાત કરી. સાથે ભવનાથ મંદિરે મહાદેવની પૂજા પાઠ કરી, આ દરમિયાન રાજ્યના નાણીમંત્રી, ભાજપ આગેવાનો અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા. મીનીકુંભના આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, સ્થાનિક અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર દેશના શિવાલયોમાં શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું છે, જેમાં ખાસ કરીને કાશી નગરી હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે સંપૂર્ણપણે શિવમય બની ગઈ છે. બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે મંદિરની બહાર અંદાજે 3 કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી છે. વહીવટી તંત્ર દ્વારા આસ્થાના આ મહાકુંભમાં પધારેલા શ્રદ્ધાળુઓનું પુષ્પવર્ષા કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે વાતાવરણને વધુ મંગલમય બનાવ્યું હતું. ભીડને નિયંત્રિત કરવા અને સામાન્ય ભક્તોને સરળતાથી દર્શન મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા 48 કલાક માટે તમામ VVIP પાસ સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, કાશીના ખૂણેખૂણે આજે માત્ર ભક્તિ, શ્રદ્ધા અને મહાદેવ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ જ છવાયેલો જોવા મળી રહ્યો છે.

 

 

(6:26 PM IST)