<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મને ‘સફારી'ના લવાજમો નહિ વાંચકો જોઇએ છે : નગેન્‍દ્ર વિજય : જે દેશમાં પુસ્‍તકો નથી વેચાતા ને વંચાતા એ દેશનું કોઇ ભાવી નથી : * શિક્ષણ એટલે શું છે કેળવણી અને શિક્ષણ વચ્‍ચેનો ભેદ ખબર છે? * હું મારી માતૃભાષામાં ભણ્‍યો એટલે જે ભણવાનું હતું ને એ બહુ સરસ રીતે પચી ગયું. * વેણીભાઈ પુરોહિતે મને તાલીમ આપી અને કઈ રીતે લખવું ક્‍યાંથી શરૂઆત કરવી એ મને શિખવ્‍યું. * જ્ઞાન માટે તમારી પાસે પુસ્‍તકો હોવા જોઈએ. સોશિયલ મીડિયા તમને ઇન્‍ફોર્મેશન આપે છે અને એનાથી પણ વધારે ડીસઇન્‍ફોર્મેશન આપે છે. * ટુંક સમયમાં યુટ્‍યુબથી નગેન્‍દ્રભાઇ બાળકો સાથે જોડાશે. * સફારી બંધ થયું એટલે એક વસ્‍તુ કહું કે નાટક ફેલ નથી ગયું ઓડિયન્‍સ ફેલ ગયું છે. 4:15 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમા 'આરોગ્ય સમીક્ષા કેન્દ્ર'નું નેશનલ ડોક્ટર્સડોક્ટર્સ ડે એ લોકાર્પણ : આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત : આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ, કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશે : આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડની વ્યવસ્થા : દૂર-સુદૂર , અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યસેવાઓ તેમજ રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓનો સીધો જ સંપર્ક કરી આરોગ્ય સેવાઓ સાથે જોડવાની કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા4:10 PM IST

નાગરિકોના સુરક્ષિત-સુખી અને ગરિમા પૂર્ણ જીવન માટેની વિવિધ જનસુરક્ષા યોજનાઓના લાભ તમામ જરૂરતમંદ લોકોને સુનિશ્ચિત કરવાના જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો : કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ : કલ્યાણ યોજનાઓના લાભથી બાકાત રહી ગયેલા જરૂરતમંદ લાભાર્થીઓને શોધીને સરકાર સામે ચાલી તેમના ઘરે જઈને યોજનાઓના લાભ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી પહોંચાડે છે: ભૂપેન્દ્રભાઈ પટેલ : ૦૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ત્રણ માસ સુધી રાષ્ટ્ર વ્યાપી અભિયાન: પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક અને જનધન ખાતા લાભાર્થીને બેંક પાસબુકનું મુખ્યમંત્રીએ વિતરણ કર્યુ 3:11 PM IST

વેપારીને ધમકાવી ૨૦ હજાર પડાવ્‍યાઃ માલવીયાનગર પોલીસે માયાણીનગરના કરણસિંહ ખેરડીયાને દબોચ્‍યો : નાના મવા રોડ સિલ્‍વર હાઇટ્‍સ પાસે કારમાં ધૂંબા મારી ઉભી રખાવી અકસ્‍માત સર્જ્‍યાનું નાટક કરી રોકડ પડાવી : અંબીકા ટાઉનશીપના ભાર્ગવભાઇ ચાંગેલાની ફરિયાદ પરથી પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ હિરેનભાઇ પરમાર અને ટીમની કાર્યવાહીઃ ચિત્રકેતુસિંહ, મનિષઇ, મયુરદાનની બાતમીઃ આરોપી રોકડ, એક્‍ટીવા કબ્‍જે કરી આકરી પુછતાછ : આ રોડ પર મારો કોઇ વાળ વાંકો ન કરી શકે તેમ કહી વેપારી પાસેથી રોકડ પડાવ્‍યા પછી ફોન નંબર માંગી ધમકી આપી કહેલું-તારી પાસે પ્રોપર્ટી કેટલી છે? ગો તે બીઝનેસ પણ મોટો હશે, કેટલા વિઘા જમીન છે? હું બોલાવું ત્‍યારે મારી ઓફિસે આવવું પડશે3:55 PM IST

સ્‍માર્ટ સીટી-પરસાણા ચોક-રામવન તથા અતુલ સર્કલ વિસ્‍તારના રસ્‍તાઓ ૬૮ કરોડના ખર્ચે ટનાટન બનશે : કાલે મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકઃ ૬૩ દરખાસ્‍ત સ્‍માર્ટ સીટીથી કટારીયા ચોક-અમુલ સર્કલથી હાઇવે-રામવન તથા પરસાણા ચોકથી કણકોટ સુધીના રસ્‍તાઓ ડેવલપ કરાશે : એવીપીટીઆઇ કોલેજ પાછળ એસ્‍ટ્રોન નાલા સુધી જામનગર રોડ વિસ્‍તારમાં વરસાદી પાણી નીકાલ લાઇન નાખવા, વિવિધ બગીચાઓમાં સાધનો રીપેરીંગ, જાળવણી, પારડી રોડ પર ફાયરસ્‍ટેશન તથા સ્‍ટાફ કવાર્ટર્સ બનાવવા સહિતના વિકાસકામોના નિર્ણય કરાશે : મનપાના તત્‍કાલીન ટાઉન પ્‍લાનિંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા સામે પ્રિપેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ ગુન્‍હાની તપાસ માટે મંજુરીની દરખાસ્‍ત4:09 PM IST