તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
પહેલા મારા કચરાની ડોલ લઇ લે કહી કચરાગાડીના ચાલકને ધોકાથી ફટકાર્યો
ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણીનગરમાં બનાવઃ અલ્કેશ શીંગાડીયા સારવારમાં

રાજકોટ તા. ૧: કોઠારીયા રોડ પર આવેલા ગાર્બેજ સ્ટેશનથી કચરાની ગાડી લઇ મજૂર કચરો ભરવા ત્રિવેણીનગરમાં જતાં અજાણ્યા શખ્સે તેને મારી કચરાની ડોલ પહેલા લઇ લે કહીને માથાકુટ કરી માર મારતાં સારવાર માટે દાખલ થવુ પડયું છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ પર આવેલા મ્યુ. કોર્પોરેશનના ગાર્બેજ સ્ટેશનેથી અલ્કેશ રમેશભાઇ શીંગાડીયા (ઉ.વ.૧૯) કચરા ગાડી લઇને સવારે ગુરૂપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગર-૩માં ગયો ત્યારે શેરીમાંથી કચરાની ડોલ ઉપાડી ગાડીમાં ઠાલવતો હતો ત્યારે એક શખ્સે પહેલા મારી કચરાની ડોલ લઇ લે તેમ કહી ઝઘડો કરી ગાળો દેતાં ના પાડતાં તેણે ધોકાથી હુમલો કરી મારકુટ કરી લીધી હતી. માણસો ભેગા થઇ જતાં તેને છોડાવ્યો હતો. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(4:16 PM IST)










