<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ત્રણ ચોરાઉ એકટીવા સાથે બાળ કિશોર ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ

પાર્કિંગ અથવા ઘરના ફળિયામાં ચાવી સાથે વાહનો છોડી દેતા માલીકો ચેતે

રાજકોટ તા.૧: શહેરના જામનગર રોડ પર પોલીસ હેડકર્વાટર નજીકના ભુતનાથ મહાદેવ રોડ પર પેટ્રોલીંગમાં રહેલી ક્રાઇમબ્રાંચની ટુકડીએ શંકાસ્‍પદ કિશોરને અટકાવી તેના પાસેના એકટીવા સ્‍કુટર અંગે પુછપરછ કરતા રજીસ્‍ટ્રેશન સહિતના કોઇ દસ્‍તાવેજો અંગે માહિતી આપી શકયો ન હતો. ઉંડી પુછપરછ દરમ્‍યાન તેની પાસે રહેલા એકટીવા સહિત ત્રણ એકટીવા ચોર્યાની કબુલાત આપી હતી.

કિશોર પાસેથી પોલીસે જીજે-૦૩-એચએમ-૩૧૪૮ નંબરનું એકટીવા, જીજે-૦૩-એચજી-૪૦૯૦ નંબરનું એકટીવા અને જીજે-૦૩-જેએસ-૧૨૮૩ નંબરનું એકટીવા કબ્‍જે કર્યું હતું જે તેણે થોરાળા પો.સ્‍ટે., રાજકોટ તાલુકા પો.સ્‍ટે. અને બી.ડીવીઝન પો.સ્‍ટે. વિસ્‍તારમાંથી ચોર્યાની કબુલાત આપી હતી. મોડી રાત્રે સોસાયટીના રહેંણાક મકાનના પાર્કિંગ કે ફળિયામાં પડેલા બાઇક ચાવી સાથે નજરે પડે તો કિશોર દરવાજો કે દિવાલ કુદી અંદરથી દરવાજો સિફતપૂર્વક ખોલી થોડે દુર સ્‍કુટર દોરી ચોરી કરી લઇ જતો હતો.

ક્રાઇમબ્રાંચના પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા, પોલીસ હેડકોન્‍સ. જયરાજસિંહ કોટીલા, રાજેશ જળુ તથા દિપકભાઇ ચોૈહાણને મળેલ હકીકતના આધારે આ કિશોરને ઝડપી લેવાયો હતો.(

(3:16 PM IST)