News of Tuesday, 1st July 2025
‘છોટી કાશી'ના વિવિધ માર્ગો પર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાએ કર્યું પરિભ્રમણ

જામનગરઃ ઈસ્કોન દ્વારા સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ૧૮ મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધુંવાવ રોડ પહેલા ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી, પ્રવચન, છપ્પન ભોગ વિગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ થયુ હતું. એ પછી શ્રળંગાર દર્શન, ધાર્મિક પ્રવચન, વિશેષ આરતી-છપ્પનભોગ દર્શન રાખવામાં આવ્યાં હતા. ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનો આરંભ હરે કળષ્ણ હરે કળષ્ણ કળષ્ણ કળષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે નગરના મહાનુભાવોની અને કળષ્ણભક્તોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ પછી સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસેથી પ્રારંભ થયો હતો. જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, નોબતના શ્રી ચેતનભાઇ માધવાણી, શહેર ભાજપના મીડીયા સેલના દીપાબેન સોની, લોહાણા અગ્રણી રમેશભાઈ રૂપારેલ સહિત ના અગ્રણીઓ જોડાયા હતા. આ રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થવા પામી હતી. રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત પ્રસાદ વિતરણ થયું હતું. અને કળષ્ણ ભક્તો એ, હરે કળષ્ણ ના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવી હતી. રાત્રે ૭-૩૦ વાગ્યે પૂર્ણાહુતિ પછી રાત્રે ૮ વાગ્યે દરેક કળષ્ણ ભક્તો માટે ઈસ્કોન મંદિર પાસેના મેદાનમાં પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
