<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

લોકમેળાની રાઇડના ૨૩.૪૦ લાખ ઓળવી જતાં રેલનગરના કોન્‍ટ્રાકટર સામે ફરિયાદ

માણાવદરના યુવાને ચકડોળ માટે ચાર પ્‍લોટ વિરેન્‍દ્રસિંહ પાસેથી મેળવી રોકડા ચુકવ્‍યા હતાં: વરસાદમાં મેળો રદ થતાં રિફન્‍ડ પાછુ ન દીધુઃ પ્ર.નગર પોલીસે કરી કાર્યવાહી

રાજકોટ તા. ૧: શહેરનો લોકમેળો એક તરફ રાઇડ્‍સ ધારકો અને સંચાલકો વચ્‍ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે ચર્ચાને ચકડોળે ચડયો છે તયાં બીજી તરફ રેલનગરના કોન્‍ટ્રાક્‍ટર વિરૂધ્‍ધ માણાવદરના યુવાનના યાંત્રીક રાઇડ્‍સના ચાર પ્‍લોટ પેટેના રૂા. ૨૩ લાખ ૪૦ હજાર ઓળવી જવામાં આવ્‍યાની ફરિયાદ થઇ છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે માણાવદરમાં રહેતા પળથ્‍વીરાજ રમેશભાઈ પંચાલ (ઉ.વ.૨૫) નામના યુવાનની ફરિયાદ પરથી રેલનગરમાં રાધે પાર્ક શેરી નંબર-૧ જાડેજા ચોક ખાતે રહેતા વિરેન્‍દ્રસિંહ મંગળસિંહ ગોહિલ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. પૃથ્‍વીરાજ પંચાલે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તે યાંત્રિક રાઈડ (ચકડોળ)નો ધંધો કરે છે. વર્ષ ૨૦૨૪માં રાજકોટ ખાતે રેસકોર્સમાં ધરોહર મેળો યોજનાર હોઇ જેનું ટેન્‍ડર વિરેન્‍દ્રસિંહ મંગળસિંહ ગોહિલે ભર્યું હતું અને તે પેટા કોન્‍ટ્રાક્‍ટ આપતા હોઇ જેથી પૃથ્‍વીરાજે તેનો સંપર્ક કરી વિરેન્‍દ્રસિંહને જુની કલેકટર કચેરી ખાતે મળ્‍યો હતો અને વિરેન્‍દ્રસિંહને પેટા કોન્‍ટ્રાક્‍ટમાં ચકડોળના ચાર પ્‍લોટ લેવા છે તેવી વાત કરી હતી. જેથી  વિરેન્‍દ્રસિંહે એક પ્‍લોટના ૫.૮૫ લાખ એમ ચાર પ્‍લોટના ૨૩.૪૦ લાખ થશે તે પૈસા લઇ રેસકોર્સ ખાતે આવી આપી જજો તેવી વાત કરી હતી.

ત્‍યારબાદ પૃથ્‍વરાજ તા. ૨૩ ૮/૨૦૨૪ના રોકડા પૈસા લઇને અહીં રાજકોટ આવ્‍યો હતો અને આ વિરેન્‍દ્રસિંહને કુલ ૨૩.૪૦ લાખ આપ્‍યા હતા. જે તેણે લોકમેળા સમિતિના ખાતામાં જમા કરાવ્‍યા હતા અને કહ્યું હતું કે તમને ચાર પ્‍લોટના એલોટમેન્‍ટ લેટર આપવામાં આવશે પણ એલોટમેન્‍ટ લેટર વિરેન્‍દ્રસિંહના નામનો આવ્‍યો હતો. ત્‍યારબાદ  ભારે વરસાદના પગલે લોકમેળો રદ કરવામાં આવ્‍યો હતો અને કલેક્‍ટર દ્વારા જાહેરાત કરાઈ હતી કે મેળાનું રિફંડ આપવામાં આવશે. આ મેળાનું રિફંડ તારીખ ૧૮/૧૨/૨૦૨૪થી તારીખ ૧૨/૧૨/૨૦૨૪ ના સમય ગાળા દરમિયાન વિરેન્‍દ્રસિંહના ખાતામાં આવી ગયું હતું. ત્‍યારબાદ વિરેન્‍દ્રસિંહે ફરિયાદીને અગિયાર લાખનો ચેક આપ્‍યો હતો અને બાકીના ૧૨.૪૦ લાખ હું રોકડા ચૂકવી આપીશ તેમ તેણે કહ્યું હતું.

પરંતુ ગત તારીખ ૨૦/૧/૨૦૨૫ના રોજ પૃથ્‍વીરાજે ચેક વટાવવા નાખતા તે રિટર્ન થયો હતો જેથી વકીલ મારફત નોટિસ મોકલી હતી. ત્‍યારબાદ માણાવદર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ કર્યો હતો.  પૃથ્‍વીરાજને  બાકીના રૂપિયા ૧૨.૪૦ લાખ પણ લેવાના હોઇ તેની માંગણી કરતા તે વિરેન્‍દ્રસિંહે ન આપતાં અંતે તેના વિરૂધ્‍ધ ૨૩.૪૦ લાખ ઓળખવી ગયાની ફરિયાદ દાખલ કરાવતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇજે. એમ. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(4:16 PM IST)