તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
દેડિયાપાડા તાલુકામાં પુત્રવધુને ત્રાસ આપતા સસરા બાબતે અભયમ મદદ લેવાઇ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાંથી એક મહિલાએ અભયમ પર કોલ કરી જણાવેલ કે તેમના સસરા માનસિક ત્રાસ આપીને મારવા માટે આવે છે આ સાંભળીને રાજપીપલા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બન્ને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું
મળતી માહિતી મુજબ મહિલાના ફોન બાદ અભયમ ઘટના સ્થળ પર પહોંચી ત્યાં પીડિત મહિલાએ જણાવ્યું કે તેમનું ચાર વર્ષનું બાળક છે. મારા સસરા અવાર નવાર નશો કરી આવીને ઘરના કામો નથી કરતી ખેતરમાં કામ નથી કરવા જતી બધા પૈસા ખેતીના તું વાપરી જાય છે કહીને ઝગડો કરે અને મારે છે. મારા સાસુ અહીં નથી રહેતા, પાંચ વર્ષ હું લગ્ન કરીને આવી ત્યારથી હું બધું કામ કરુ છું, સસરા આખો દિવસ ઘરે રહે માટે હું અને મારા પતિ ખેતી કરીને ઘર ચલાવીએ છે. અત્યારે ચાર પાંચ દિવસથી ખૂબ વરસાદ છે તો ખેતરે કઈ કામ પણ નથી તો અમે ઘરે જ રહીએ છીએ તો મારુઝુડ કરવા આવી જમવાનું ફેંકી દઈ મારા પતિ ને પણ મારે છે અને ઘર માંથી કાઢી મૂકવાની ધમકી આપે માટે કંટાળી ને અભયમ પર કોલ કરેલ. ત્યારબાદ અભયમ ટીમે સામાપક્ષનું કાઉંન્સેલિંગ કરતા તેઓ એ જણાવ્યું કે ઘરમાં હું એક જ વડીલ છું હું કહું એ રીતે જ ચાલવું પડે, વરસાદ હોય તો પણ કામ કરવા જવું પડે. ત્યારબાદ તેમને કાયદાકીય સલાહ સૂચનો આપી અને સમજાવ્યા અને તેમના વહુ પર હાથ ન ઉપાડે કે કોઈ પણ રીતે ત્રાસ ન આપે અને સારી રીતે રહેશે જેની બાહેંધરી આપતા લખાણ લઈ સમાધાન કરાવ્યું હતું.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
