<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

અમુબેન ચાવડાનો રેસકોર્ષ પાર્કનો ૨૨ લાખનો ફલેટ ભાડૂઆતે પચાવી પાડયો

કલેકટર તંત્રના આદેશથી જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ કાર્યવાહી : ભાડાકરાર પુરા થયા બાદ નવો કરાર ન કરાવ્‍યો, ભાડુ ન દીધુ અને ફલેટ પણ ખાલી ન કર્યોઃ અમીતા ઉર્ફ અમી શાહ વિરૂધ્‍ધ પ્ર.નગર પોલીસમાં ગુનો

 

રાજકોટ તા. ૧: રેસકોર્ષ પાર્કમાં આવેલો એક ફલેટ મહિલાએ ભાડેથી રાખ્‍યા બાદ ભાડાકરાર પુરા થઇ ગયા પછી ભાડુ ન આપી તેમજ ફલેટ ખાલી ન કરી ૨૨ લાખનો ફલેટ પચાવી પાડતાં ગુનો દાખલ થયો છે.

આ બારામાં પ્ર.નગર પોલીસે નાના મવા રોડ લક્ષ્મી સોસાયટી-૪ પ્‍લોટ નં. ૨૩-એ-૨, ડો. બાબાસાહેબ આંબેડકર હોલની બાજુમાં રહેતાં અમુબેન સંજયભાઇ ચાવડા (ઉ.વ.૬૧)ની ફરિયાદ પરથી મનહરપ્‍લોટ-૧૧/૧૫માં શુભલાભ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૩માં ભાડેથી રહેતાં અમીતાબેન ઉર્ફ અમીબેન કિશોરભાઇ શાહ વિરૂધ્‍ધ જમીન પચાવી પાડવાના કાયદા અંતર્ગત ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદમાં જણાવાયુ છે કે ફરિયાદીનો  ફલેટ કે જે રેસકોર્ષ પાર્ક તરીકે ઓળખાતા વિસ્‍તારમાં આવેલો છે. બિલ્‍ડીંગ નંબર ૧૦માં પહેલા માળે ફલેટ નં. ૧૦૧ આવેલો છે તે ફલેટ અમીતાબેન ઉર્ફ અમીબેન શાહને વર્ષ ૨૦૨૨મા ભાડેથી આપ્‍યો હતો. ભાડાકરાર પુરો થઇ જતાં બાદમાં તેણીએ ભાડાકરાર કરાવ્‍યો નહોતો અને કોઇપણ જાતનું ભાડુ પણ ન આપી ગેરકાયદેસર રીતે ૨૨ લાખનો આ ફલેટ ખાલી ન કરી પચાવી પાડયો છે. ફરિયાદમાં મુકાયેલા આ આરોપ અંગે પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. જાડેજાએ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદી અમુબેન ચાવડાએ આ અંગે કલેક્‍ટર કચેરીમાં અરજી કરી હોઇ કલેક્‍ટર તંત્રના આદેશથી જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ આ ગુનો દાખલ કરાયો છે. 

(4:13 PM IST)