તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ :દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા :આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 2 થી 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
