News of Tuesday, 1st July 2025
યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ફોન પર વાત કરી ત્યારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂમમાં હું હાજર હતો : વેપાર અને યુદ્ધવિરામ સંબંધિત કોઈ વાત થઈ નહોતી : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવાના ટ્રમ્પના દાવાને વિદેશમંત્રી જયશંકરે ફગાવી દીધો
જયશંકરે ઇનસાઇડ સ્ટોરી વર્ણવી : તેમણે મે મહિનામાં ભારતના ઓપરેશન સિંદૂર અને ત્યારબાદની ઘટનાઓની સંપૂર્ણ વાર્તા કહી : પાકીસ્તાને જ યુદ્ધ વિરામ માટે ભારતને ફોન કર્યો હતો

નવી દિલ્હી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવ્યો હતો. હવે આ દાવાને વિદેશ મંત્રી એસ જયશંકરે સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
ન્યૂયોર્કમાં ન્યૂઝવીકને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમણે મે મહિનામાં ભારતના ઓપરેશન સિંદૂર અને ત્યારબાદની ઘટનાઓની સંપૂર્ણ વાર્તા કહી છે. જયશંકરે કહ્યું કે જ્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ફોન પર વાત કરી ત્યારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂમમાં હાજર હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વેપાર અને યુદ્ધવિરામ સંબંધિત કોઈ વાત થઈ નથી. ભારતે પાકિસ્તાનની ધમકીઓને નકારી કાઢી અને આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું. જ્યારે પીએમ મોદીને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સનો ફોન આવ્યો ત્યારે હું રૂમમાં હાજર હતો. આ દરમિયાન વેપાર અને યુદ્ધવિરામ વિશે કોઈ વાત થઈ ન હતી.
જયશંકરે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને 'આર્થિક યુદ્ધ' ગણાવ્યું અને કહ્યું કે તે કાશ્મીરના પર્યટનને નષ્ટ કરવા અને ધાર્મિક હિંસા ભડકાવવાનું કાવતરું હતું.
વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે 9 મેની રાત્રે પાકિસ્તાને ભારત પર મોટો હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તરત જ જવાબ આપ્યો. બીજા દિવસે સવારે, યુએસ વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ જયશંકર સાથે વાત કરી અને તેમને કહ્યું કે પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે. તે જ દિવસે બપોરે, પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ તેમના સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને ફોન કરીને યુદ્ધવિરામની વિનંતી કરી. વિદેશ પ્રધાને કહ્યું, "મેં પોતે જોયું કે શું થયું."
ટ્રમ્પે ગયા અઠવાડિયે હેગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે તેમણે વેપાર દબાણ લાગુ કરીને ભારત અને પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે મજબૂર કર્યા. આ પહેલા પણ તેઓ સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત આવા દાવા કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, "મેં કહ્યું હતું કે જો તમે લોકો અંદરોઅંદર લડશો તો કોઈ વેપાર નહીં થાય."
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
