<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

૬ મહિનામાં પ્રોપર્ટીનાં ૭૫,૬૭૨ રજિસ્ટ્રેશન ૬૬૯૯ કરોડ રૂપિયાની આવક

વૈશ્વિક અશાંતિ અને યુદ્ઘનાં ઍંધાણ વચ્ચે પણ મુંબઈની પ્રોપર્ટી-માર્કેટમાં તેજી ગયા વર્ષની સરખામણીઍ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન રેવન્યુમાં ૧૪ ટકાનો વધારો

મુંબઈઃતા.૧,૨૦૨૫ના ­થમ ૬ મહિનામાં મુંબઈની પ્રોપર્ટી-માર્કેટમાં તેજી જાવા મળી છે. દેશમાં અને વિશ્વમાં યુદ્ઘ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં મુંબઈમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનમાં વધારો નોંધાયો છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમ્યાન કુલ ૭૫,૬૭૨ રજિસ્ટ્રેશન થયાં છે જેમાંથી ૬૬૯૯ કરોડ રૂપિયાની રેવન્યુ મળી છે.
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (ત્ઞ્ય્)ના લેટેસ્ટ ડેટા મુજબ ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન દરમ્યાન થયેલાં પ્રોપર્ટી-રજિસ્ટ્રેશનની સરખામણીઍ આ વર્ષે ૪ ટકાનો વધારો થયો છે, જયારે પ્રોપર્ટી-રજિસ્ટ્રેશનમાંથી મળતી રેવન્યુમાં ૧૪ ટકાનો વધારો થયો છે. ઍ સૂચવે છે કે હાઈ-ટિકિટ ઍટલે કે પ્રિમિયમ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન આ વર્ષે વધ્યું છે.(૩૬-૧૩)

(3:28 PM IST)