તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 1st July 2025
જાણીતા કાન-નાક-ગાળાના સર્જન ડો.હિમાંશુ ઠક્કરનો આજે જન્મદિન

રાજકોટના જાણીતા ઇ.એન.ટી. સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરનો આજે ૧ જુલાઈના રોજ જન્મદિવસ છે, જે નેશનલ ડૉક્ટર્સ ડેની ઉજવણી સાથે ઉજવાય છે. આ સાથે, તેમની વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ ખાતે આવેલી ઠક્કર ઇ.એન.ટી. અને ડેન્ટલ હોસ્પિટલ પણ ૧૮ વર્ષ પૂર્ણ કરી ૧૯માં વર્ષમાં પ્રવેશી રહી છે. આ ત્રિવેણી સંગમની ઉજવણીમાં ડૉ. ઠક્કરના મિત્રવર્ગ દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મૂળ જૂનાગઢના વતની ડૉ. હિમાંશુ ઠક્કરે રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી છે અને છેલ્લા ૨૩ વર્ષથી ઇ.એન.ટી. સર્જન તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમણે નાની ઉંમરે અનેક જટિલ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડીને તબીબી ક્ષેત્રે ખ્યાતિ મેળવી છે. તેમના આર્ટિકલો આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલોમાં પ્રકાશિત થયા છે. ડૉ. ઠક્કરે એન્ડોસ્કોપી દ્વારા ૮ સેન્ટિમીટરનો મસો કાઢીને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે, અને તેમનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં પણ નોંધાયું છે.તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં આઇ.એમ.એ. ડૉ. સી. એસ. ઠાકર નેશનલ એવોર્ડ, શ્રી લોહાણા મહાપરિષદનો શ્રેષ્ઠ રઘુવંશી આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક પ્રતિભા એવોર્ડ, પ્રાઇડ ઑફ સૌરાષ્ટ્ર એવોર્ડ અને પેજ ૩ મેગેઝિનનો પ્રિસ્ટ ઑફ હ્યુમેનિટી એવોર્ડનો સમાવેશ થાય છે. તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના ભૂતપૂર્વ સેક્રેટરી, ઇ.એન.ટી. સોસાયટી ઑફ રાજકોટના ભૂતપૂર્વ પ્રમુખ અને રઘુવંશી ડૉક્ટર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે રાજકોટ લોહાણા મહાજનના માનદ મંત્રી તરીકે પણ સેવાઓ આપી છે. છેલ્લા ૧૮ વર્ષથી ઠક્કર હોસ્પિટલ દ્વારા દર વર્ષે ૧ જુલાઈના રોજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સેવાયજ્ઞ રૂપી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ડૉ. ઠક્કર અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેમની સેવાઓ માટે અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત થયા છે. ડૉ. હિમાંશુ ઠક્કર ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે. મો. 9106119038
(2:14 PM IST)










