તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Tuesday, 1st July 2025
ભારત સામેની બીજી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ- ૧૧ જાહેરઃ જોફ્રા આર્ચર મેચ નહીં રમે
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ફેમિલી ઈમરજન્સીના કારણે તેણે અચાનક ટીમ છોડી દીધી

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ માટે પોતાના પ્લેઇંગ ૧૧ ખેલાડીઓની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડની ટીમે પોતાના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર એજબેસ્ટન ખાતે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. ફેમિલી ઈમરજન્સીના કારણે તેણે અચાનક ટીમ છોડી દીધી. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં.
જોફ્રા આર્ચરને લગભગ ૪ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વિવિધ ઈજાની સમસ્યાઓને કારણે, તે લાંબા સમય સુધી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો ભાગ રહી શકયો ન હતો.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ૧૧ ટીમઃ જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટોંગ, શોએબ બશીર.(
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
