News of Tuesday, 1st July 2025
નંદનવન તથા સ્પીડવેલ વિસ્તારમા મકાન-રૂમ-વંડો- દીવાલ અને ઓટાનો કડુસલો બોલાવાયોઃ ૪૧ કરોડની જગ્યા ખુલ્લી
મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં.૧૨ના મવડી તથા વોર્ડ નં.૧૧ના મોટામવા વિસ્તારમાં ડિમોલેશન : મનપાના અનામત પ્લોટમાં ૪૫૬૪ ચો.મી. જમીન ઉપર થયેલ ગેરકાયદે દબાણો દુર કરાયા

રાજકોટ, તા.૧: મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીગ શાખા દ્વારા આજે વેસ્ટ ઝોનના વોર્ડ નં.૧૧ અને ૧૨માં ડિમોલિશનઃ અનામત પ્લોટ પર થયેલ કરવામાં આવ્યું હતું. અનામત પ્લોટ પર થયેલ અનધિકળત બાંધકામ દુર કરી રૂા.૪૧.૬૭ કરોડની ૪૫૬૪ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરી નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા ઈ.ચા. સીટી એન્જીનીયર (સ્પે.) વેસ્ટ ઝોનના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા રોજ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ પર થયેલ અનઅધિકળત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં વોર્ડ નં૧૨ ટી. પી. સ્કીમ નં.૨૧-મવડી, અંતિમખંડ નં.૮/૧/એ (સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર), નંદનવન સોસાયટી, રાધીકા પાર્કની બાજુમાં, મવડી, ખાતેથી૨-મકાન ૧-રૂમ ૧-વંડો કમ્પાઉન્ડ વોલ તોડી પાડી ૨૬૪૫.૦૦ ચો.મી. જગ્યા ૨૨.૪૮ કરોડ તથા વોર્ડ નં. ૧૧ની ટી. પી. સ્કીમ નં.૨૪-મોટામવા, અંતિમખંડ નં.૩૨/એ (S.E.W.S.H.), સ્પીડવેલ સર્કલની સામે, મોટામવા, ખાતે ઓટાનું બાંધકામ દુર કરી ૧૯.૧૯. કરોડની ૧૯.૧૯.૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ હતી. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોન, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા P.G.V.C.L. નો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
(3:36 PM IST)










