તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
ગીર ગઢડામાં પ્રફુલભાઇ પાનસુરિયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
મંત્રીશ્રી પ્રફુલભાઇ તથા મહેમાનોનું પુસ્તકો અને પુષ્પગુંચ્છ આપીને સ્વાગતઃ વિદ્યાર્થીઓન સ્કુલ બેગ તથા શૈક્ષણિક કીટ

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૧: અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડામાં શિક્ષણમંત્રી(રાજ્યકક્ષા)ની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડા મુકામે માનનીય શિક્ષણ મંત્રીશ્રી (રાજ્ય કક્ષા) પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી,પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ,સરપંચશ્રી, પૂવ પ્રમુખશ્રીઓ, હોદ્દેદાશ્રીઓ, વાલીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આ મંત્રી પાનસેરીયાં પુષ્પ પાંખડીઓથી દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.પાનસેરીયા દ્વારા દરેક દીકરીઓને ચુંદડી અર્પણ કરવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય પ્રાર્થનાથી થઈ. ત્યારબાદ માનનીય મંત્રીશ્રી તેમજ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું.
ધોરણ ૯ અને ધોરણ ૧૧માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કૂલબેગ તેમજ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ આપવામાં આવ્યો. ધોરણ ૧૧ ની વિદ્યાર્થીની દીક્ષિતાબેન દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સુંદર મજાનું વક્તવ્ય આપવામાં આવ્યું. પ્રફુલભાઇ મંત્રી દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ અર્પણ કરવામાં આવ્યા. ત્યારબાદ માનનીય મંત્રી શ્રી પાનસેરીયાએ પોતાના વક્તવ્યમાં તેના વિદ્યાર્થી તરીકેના સંસ્મરણો વાગોડિયા અને વિદ્યાર્થીઓને ધ્યેય નિヘતિ કરી પુરુષાર્થ ધીરજ અને સંસ્કાર દ્વારા સફળતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની આભાર વિધિ શ્રી યુવક મંડળપ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી તેમજકાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી રત્નેશભાઈ જોષી દ્વારા કરવામાં શાળા પરિસરની મુલાકાત લઇ માનનીય મંત્રીશ્રી પ્રફુલભાઇ હસ્તે વળક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ વર્ગખંડની મુલાકાત લઇ અધ્યાપન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
