News of Tuesday, 1st July 2025
અષાઢી બીજે યોજાયેલ શોભાયાત્રાનું મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત : કોમી એકતાના દર્શન

રાજકોટ : અષાઢી બીજ નિમિતે યોજાયેલ શોભાયાત્રા ફુલછાબ ચોક, સદર બજાર ખાતે આવી પહોંચતા સદ્દભાવના સમિતિના નેજા હેઠળ મુસ્લિમો દ્વારા ફુલડે વધાવી સ્વાગત કરાયુ હતુ. આ પ્રસંગે અષાઢી બીજ તથા ઇસ્લામીક નવુ વર્ષ હીજરી ૧૪૪૭ મહોરમ નિમિતે તથા કચ્છી નવા વર્ષ નિમિતે પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન કરાવાયા હતા. આ તકે મહંત ગુરૂ રામનાથજી મહારાજનું ફુલહાર કરી સન્માન કરાયુ હતુ. તેમજ રથયાત્રાના સંચાલકો તથા જુના જનસંઘના સારથી અને માજી કોર્પોરેટર મુલીકાકા દવેનું પણ સન્માન કરવામાં આવેલ. કાયદો તથા પરિસ્થિતિ જાળવવા બદલ પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા, એડી. પોલીસ કમિશ્નર મહેન્દમ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડી.સી.પી. ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઝોન-૧ ડી.સી.પી. સજનસિંહ પરમાર, ઝોન-ર ડી.સી.પી. જગદીશ બાંગરવા, ડી.સી.પી. ટ્રાફીક પુજામેડમ, એ.સી.પી. મુનાફખાન પઠાણ, એ.સી.પી. રાધિકા ભારાઇ, પ્રનગર પી.આઇ. વસાવા, એ-ડીવીઝન પી.આઇ. બોરીસાગર, તાલુકા પી.આઇ. હરીપરાનું સન્માન કરી સાથે આભાર વ્યકત કરાયો હતો. આ તકે મુસ્લિમ અગ્રણી હબીબભાઇ કટારીયા, ફારૂકભાઇ બાવાણી, શબ્બીરભાઇ કુહાડીયા, ઇસ્માઇલભાઇ બેલીમ, સીદીકભાઇ ચૌહાણ, અહેમદભાઇ બેલીમ, યુનુસભાઇ કટારીયા, અલ્તાફભાઇ રાઉમા, યુસુફભાઇ કટારીયા, મહેબુબભાઇ બેલીમ, અયુબભાઇ શેરસીયા (મોમીન પટેલ), આસીફભાઇ ખોખર, સરલાબેન પાટડીયા, લીલીબેન વગેરેએ હાજર રહી હિન્દુ મુસ્લિમ એકતાનો સુર પુરાવેલ.
(1:49 PM IST)










