તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
ખંભાળીયા-દ્વારકા પંથકમાં મેઘમહેરથી પાણી-પાણીઃ પાકને ફાયદો થશે
સતત વરસાદ પડતા કેટલીક નબળી જમીનોવાળા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા : રાજપરામાં વિજળી પડતા ભેસનું મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચમાં દિવસે પણ મેઘરાજાની સવારી અવિરત રહેતા સમગ્ર જિલ્લાના તમામ સવા બે ઇંચ વરસાદ પડયો હતો.
ખંભાળીયાના કલ્યાણપુર વિસ્તારમાં સૌથી ઓછો પોણો ઇંચ વરસાદ પડયો હતો. મોસમનો કુલ સાડા તેર ઇંચ ભાણવડમાં બે ઇંચ મોસમનો કુલ સાત ઇંચ ખંભાળીયા બે ઇંચ મોસમનો કુલ આઠ ઇંચ તો દ્વારકામાં સૌથી વધુ સવા બે ઇંચ વરસાદ પડયો હતો. મોસમનો કુલ ૧૦ ઇંચ પડયો છે.
ભારે વરસાદ દોઢ કલાકમાં બે ઇંચ ઉપરાંત પડતા ભાણવડ તથા ખંભાળીયામાં પાણી પાણી થઇ ગયું હતું.
ભારે વરસાદને કારણે અનેક સ્થળે ખેતરો નદીમાં ફેરવાઇ ગયા હતા તો ગ્રામ્ય પંથકના અનેક તળાવો ચેક ડેપોમાં નવા નીર સાથે ઝરણા પણ ચાલુ થઇ ગયા છે. તો સતત વરસતા વરસાદ થી હમણા જ વાવણી કરેલ કેટલાક નબળી જમીનો વાળા ખેડૂતો માટે મુશ્કેલી પણ ઉભી થઇ છે જો કે ખંભાળીયા માં રોજ તડકો અને વરસાદની સ્થિતિથી પાકને બહુ નુકસાન થયું નથી.
દ્વારકા જિલ્લાના રાજપરા તાલુકો દ્વારકામાં એક ભેસ પર વીજળી પડતા તે મરી ગઇ હતી. પંદરેક દિવસ પહેલાજ રબારી માલધારી દ્વારા ખરીદાઇ હતી. વીજળી પડતા તેના ઘરનું વાયરીંગ પણ સળગી ગયું હતું.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
