News of Tuesday, 1st July 2025
મોરબીમાં ઓચિંતો પોલીસનો લોક દરબાર યોજાઈ ગયો
નાગરિકો જોગ જાહેરાત વિના કેવી રીતે થઇ શકે? મોટો સવાલ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧: મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઓચિંતો જ લોક દરબાર યોજાયો હતો અગાઉ કોઈજાતની જાણ કર્યા વિના ઓચિંતા પોલીસે કેટલાક લોકોને ફોન પર જાણ કરી લોક દરબાર યોજ્યો હતો તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે પોલીસે લોક દરબાર અંગે લોકોને જાણ કરી ના હતી જેથી અરજદારો લોક દરબારના લાભથી વંચિત રહી ગયા હતા લોક દરબારમાં ટ્રાફિક સમસ્યા, ર્પાકિંગ સહિતના પ્રશ્નો ઉઠયા હતા મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના સામાન્ય બની ગયા છે અને લોક દરબાર અંગે લોકોને જાણ કરવામાં નહિ આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. (રર.૫)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
