<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

સાળંગપુર શ્રીકષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને વિવિધ પ્રકારના ફળ-શાકભાજીઓનો ભવ્ય અન્નકૂટ

આજે હનુમાનજીદાદાને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા દિવ્ય વાઘા ધરાવાયા

રાજકોટ તા.૧ :સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 01-07-2025ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા છે. આજે મંગળા આરતી સવારે 05:30 કલાકે અને સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. 

આ સાથે શ્રીકષ્ટભંનજનદેવને વિવિધ પ્રકારના ફળ એવં શાકભાજીઓનો અન્નકૂટ ધરાવાયો છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ આ અનેરા દર્શન-મહાપ્રસાદનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

પૂજારી સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, આજે દાદાને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા દિવ્ય વાઘા ધરાવાયા છે. આ ઉપરાંત દાદાના સિંહાસને 200 કિલો ગુલાબ-સૂર્યમુખીના ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે.

તેમણે વધુમાં બોટાદ જિલ્લાના સુભાષ પાલેકર કૃષિ (SPK) કરતા ખેડૂતો દ્વારા પોતાના ફાર્મમાં ઉત્પાદિત ફ્રુટ અને શાકભાજીઓ દાદાના ચરણોમાં ધરાવેલ છે, આજના દિવસ યાદગાર બનાવવા ‘ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ’ મોડેલના સર્જક પદ્મશ્રી ડૉ.સુભાષ પાલેકર, કુદરતી ખેતી નિષ્ણાંતના માર્ગદર્શનથી “પંચસ્તરીય મોડલ ફાર્મ” ધરાવતા ખેડૂતો દ્વારા હાલ રસાયણ મુક્ત કુદરતી યુક્ત કોઈપણ જાતની દવા વગરની પોતાના ફાર્મમાં ઉત્પાદિત ફ્રુટ અને શાકભાજીને દાદાના ચરણોમાં ધરાવીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

(1:58 PM IST)