તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
સ્ટેટ રેન્કિંગ ટીટીમાં દેવ ભટ્ટની બેવડી સિદ્ધિ

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫માં રાજકોટના ઉભરતા સ્ટાર દેવ ભટ્ટે અંડર-૧૫ અને અંડર-૧૩ એમ બે ટાઈટલ જીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. આ ટુર્નામેન્ટ ગાંધીધામ ખાતે યોજાઈ હતી.
આ ટુર્નામેન્ટમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડી.પી.એ.), કંડલાનો સહયોગ મળેલ જ્યારે સ્ટિગા તેનું ઈક્વિપમેન્ટ પાર્ટનર રહ્યું હતું. બોયઝ અંડર-૧૫માં બીજા ક્રમના અને ૧૧ વર્ષના દેવભટ્ટે મોખરાના ક્રમના અમદાવાદના દ્વિજ ભાલોડિયાને અંડર-૧૩ની ફાઇનલમાં ૩-૧થીડરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું
તમામ ફાઈનલના પરિણામોઃ અંડર-૧૫ બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા ૧૧-૮,૮-૧૧,૧૧-૭,૧૧-૩, અંડર-૧૩ બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભાંભાણી ૯-૧૧, ૧૧-૮, ૧૧-૬,૧૧-૯
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
