તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 1st July 2025
ભુપેન્દ્રભાઇના હસ્તે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખુલ્લુ મુકાયું: તમામ સ્વાસ્થ્ય સેવાઓ આવરી લેવાઇ
આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ, કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મુલ્યાંકન એક જ સ્થળે શકય બનશે દૂરના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ તેમજ રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓનો સીધો જ સંપર્ક કરી આરોગ્ય સેવાઓ સાથે જોડવાની કોલ સેન્ટર આધારિત વ્યવસ્થા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા. ૧: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતળત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આરોગ્ય સેવાઓને સુદ્રઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનીટરીંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે. ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યુંહતું.
આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકળત આરોગ્યલક્ષી કાર્યક્રમો/સેવાઓને સંકલિત રીતે એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિધ્ધ કરવા સમીક્ષા અને જીલ્લાવાર સેવાઓથી વંચિત રહેલ લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.
ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન અને PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવેલ છે.
આરોગ્ય સમીક્ષા
કેન્દ્રમાં કામગીરી
આરોગ્યલક્ષી તમામ પ્રોગ્રામોના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્યલક્ષી પ્રોગામોના ડેટાબેઝના ડેશ બોર્ડને સંકલિત કરી એક જ કેન્દ્ર ખાતે મોનિટરિંગ કરી શકશે.
કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ વગેરે જેવી વિપરીત અને કટોકટીની પરિસ્થિતીઓમાં રાજ્યના તમામ જીલ્લાઓને રાજય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ, તજજ્ઞો સંકલિત રીતે ઓડિયો-વિઝ્યુઅલ્સ દ્વારા પરામર્શ ચકી નીતિવિષયક નિર્ણયો અને અમલવારીની જાણ કરી ઉચ્ચ કક્ષાએ નિયત થયેલ રણનીતિઓ મુજબ ત્વરિત અમલીકરણ કરાવવાનું અસરકારક માધ્યમ આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બની રહેશે.
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે અદ્યતન ઓડિયો વિજયુઅલ્સ કોન્ફરન્સ રૂમ, ૧ર ટર્મિનલ સાથેની વ્યવસ્થા. વિડીયોકોન્ફરન્સ માટેનો મિટીંગ રૂમ તેમજ ફરજ પરના અધિકારીઓ માટેની બેઠક વ્યવસ્થાઓ.
એક સાથે કુલ ૧૦૦ જેટલા તાલીમબદ્ધ કોલ-ટેકર્સ દ્વારા આરોગ્ય વિભાગની ફલેગશીપ યોજનાઓના/સેવાઓના લાભાર્થીઓને નિયત કરેલ પ્રશ્નાવલીઓ મુજબ જુદી-જુદી આરોગ્યલક્ષી સેવાઓ અંગે પરામર્શ, સલાહ, સૂચન, અને માર્ગદર્શનની માટેની અધ્યતન કોલ સેંટરની વ્યવસ્થા.
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતેથી માતા આરોગ્ય, બાળ આરોગ્ય, ટી.બી., સારવાર લઈ રહેલ હાઇ રીસ્ક ટીબીના દર્દીઓ, ૧૫ દિવસની સારવાર દરમ્યાન ટીબીની દવાઓની આડ અસરો આવી હોય તેવા દર્દીઓ, ૨ (બે) મહીનાની સારવાર પુર્ણ કરેલ દર્દીઓ (હાઇરીસ્ક અને આડઅસર આવેલ દર્દીઓ), ૪ (ચાર) મહીનાની સારવાર પુર્ણ કરેલ દર્દીઓ (હાઇરીસ્ક દર્દીઓ), ૬ (છ) મહીનાની ટીબીની સારવાર પુર્ણ કરેલ દર્દીઓ (તમામ હાઇરીસ્ક દર્દીઓ), ટીબીની સારવાર પુર્ણ કરી ૩ મહીના બાદ દર્દીઓને લક્ષણોની તપાસ (તમામ હાઇરીસ્ક દર્દીઓ-પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલો-અપ).
રસીકરણ તથા PMJAY-માં યોજના નો સમાવેશ થાય છે.
૧૦૪ હેલ્થ હેલ્પલાઇન (નોન ઈમરજન્સી સેવા) દ્વારા રાજ્યના તમામ નાગરિકોને આરોગ્યલક્ષી યોજનાકીય માહિતી, કોઈ પણ રોગ માટેની સલાહ અને સુચન, તાવ તથા સંલગ્ન બીમારીઓની જાણકારી, આરોગ્ય સેવાઓ અંગેની ફરિયાદ તથા વ્યવસ્થાપનની પણ કામગીરી કરવામાં આવે છે
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
