તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
જામનગર તાલુકાના આમરા ગામમાં કુવામાં રોટલો નાંખીને વરસાદનો વરતારો : આ વર્ષ ૧૬ આની એટલે કે સારો વરસાદ થવાની આગાહી

જામનગર::તાલુકાના આમરા ગામમાં દર વર્ષે કુવામાં રોટલો નાંખીને વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. આ વર્ષે પણ આ વિધિ કરવામાં આવી હતી. જામનગર તાલુકાના આમરા ગામમાં પ્રતિ વર્ષ વરસાદનો વરતારો જાણવામાં આવે છે. કાલે સવારે પણ ગામના આગેવાનો, લોકો એકત્ર થયા હતાં. અને પરંપરા મુજબ સતવારા સમાજમાં ઘરે રોટલો બનાવાયો હતો. અને ગ્રામજનો ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે નિકળ્યા હતાં જેમાં એક વાણંદ સમાજના પરિવારના વ્યકિતએ રોટલો ધારણ કરીને ભમ્મરીઆ કુવામાં પધરાવ્યો હતો. અને આ વર્ષ ૧૬ આની એટલે કે સારો વરસાદ થશે તેમ જોવા મળ્યું હતું. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા,જામનગર)
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
