<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ઝડપી દાખલ ગણવાની સ્પર્ધામાં રાજય લેવલ પર ધાનપોર ગામનો નક્ષ નિકુંજભાઈ પટેલ અવ્વલ આવતા સન્માન કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: UC MAS (માનસિક અંકગણિત પ્રણાલીનો સાર્વત્રિક ખ્યાલ) ગુજરાત રાજ્ય લેવલેની કોમ્પીટેશન અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતમાંથી વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં

રાજપીપળાની ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ ના અને નાંદોદ તાલુકાના મળી કુલ પાંચ વિધ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાંથી રાજય લેવલ પર ધાનપોર ગામના પટેલ નક્ષ નિકુંજભાઈ રેન્ક ૬ (છ) ગુજરાત ખાતે આવતા રાજ્ય લેવલે ટ્રોફી તથા પ્રમાણ પત્ર આપી સમ્માન કરવામાં આવ્યું. નક્ષ પટેલે ફક્ત આઠ મિનિટમાં ૧૫૦ થી વધારે દાખલા ગણ્યા હતા. અને સ્કુલ તરફથી પણ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું. તથા અન્ય ૪ વિધ્યાર્થીઓને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર તથા ટ્રોફી આપવામાં આવી જે આપણા નાંદોદ તાલુકા માટે ગૌરવની વાત છે.



 

(9:19 PM IST)