તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
જૂનાગઢમાં ભાવનાબેન ચિખલીયાને પુણ્યતિથી નિમીતે મેયર સહિત ભાજપના આગેવાનોની શ્રધ્ધાસુમન

ઉપરોકત તસ્વીરમાં ભાવનાબેન ચિખલીયાની પુણ્યતિથી નિમીતે યોજાયેલ કાર્યક્રમોની ઝલક જોવા મળે છે. (તસ્વીરઃ મૂકેશ વાઘેલા)
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧: પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ ભાવનાબેન ચિખલીયાની ગત તા.૨૮ જૂનને શનીવારના રોજ ૧૨મી પુણ્યતિથીની સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ.
ત્રિમૂર્તિ હોસ્પીટલ ખાતે ડો.ડીપી ચિખલીયાની ઉપસ્થિતીમાં મેયર ધર્મેશ યોશિયા શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલીયા તેમજ હોસ્પીટલના સ્ટાફ દ્વારા શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવેલ હોય તેમજ રવિવારના રોજ મજેવડી અને ૧૧ ગામો જે નજીક આવેલ છે તેના જરૂરીયાતમંદ દર્દીઓ માટે ત્રિમૂર્તિ હોસ્પીટલ ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન કામધેનુ ટ્રસ્ટ મજેવડી દ્વારા અમૂલ્યસેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડો. ડીપી ચિખલીયા ડો.શૈલેષ જાદવ ડો. રમ્યતા દયાતર ડો. પ્રતિક ટાંક ડો. ગૌરવ સોલંકી સહિત ૧૩ થી વધુ નામાંકિત ડોકટરોએ ૪૫૦ થી વધુ દર્દીઓની તપાસણી કરી જરૂરીયાતમંદો ને દવા પણ ફ્રી આપવામાં આવેલ સાથે સાથે પુષ્પ નક્ષત્રના દિવસે ૨૦૫ બાળકોને સુર્વણ પ્રાસન કેમ્પમાં બિસ્કીટની લ્હાણી કરવામાં આવેલ તેમજ રાત્રે ડો. ચિખલીયાના નિવાસ સ્થાને પુ.પા ગોસ્વામી શ્રી વ્રજરાજજી મહાદેવની પ્રેરણાથી વાયઓ જૂનાગઢની ટીમ દ્વારા પ્રભુ પધરામણી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ અને કિર્તન પણ રાખેલ જેમાં લોકસાહિત્યકાર અમુદાનભાઇ ગઢવી શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ પુનિતશર્મા ડો. મહેશ વારા સહિતના ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને સફળ બનાવવા મનિષાબેન કોયાણી અમૃતભાઇ પોંકિયા ઉમેદભાઇ ગામી અને તમામ ટીમે જહેમત ઉઠાવી હતી.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
