<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

એસઓજીએ આજી વસાહતના મનોજને ૮ ગ્રામ મેફેડ્રોન સાથે દબોચ્‍યોઃ મુંબઇથી ત્રણવાર ખેપ માર્યાનું રટણ

સતત બે દિવસ ગાંજો પક્‍ડયા બાદ ત્રીજા દિવસે એમડીનો કેસ : પીઆઇ એસ. એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ ધ્રાંગુની ટીમની કેવડાવાડી રોડ પર કાર્યવાહીઃ હરદેવસિંહ, યોગરાજસિંહ, અનોપસિંહની સતત ત્રીજી સફળ બાતમી

રાજકોટ તા. ૧: શહેર એસઓજીએ સતત ત્રીજા દિવસે માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ત્રણેય કાર્યવાહીમાં એસઓજીના હરદેવસિંહ જાડેજા,  યોગરાજસિંહ ગોહિલ અને અપોનસિંહ ઝાલાની બાતમી હતી. સતત બે દિવસ ગાંજાના કેસ કર્યા બાદ આજી વસાહત ૮૦ ફુટ રોડ પર ખોડિયારનગર-૩૦માં રહેતાં મનોજ રામદાસભાઇ દેસાણી (ઉ.વ.૩૩)ને કેવડાવાડી મેઇન રોડ પવનપુત્ર ચોક સોરઠીયાવાડી બગીચા પાસેથી રૂા. ૮૦૪૦૦ના ૮.૦૪ ગ્રામ મેફેડ્રોન-એમડી ડ્રગ સાથે પકડી લેવાયો છે. આ શખ્‍સ અગાઉ નશો કરતો હતો અને હવે વેંચવાનું પણ ચાલુ કર્યુ હતું. મુંબઇથી આ પદાર્થ લાવ્‍યાનું અને અગાઉ પણ બે ત્રણ ખેપ મારી આવ્‍યાનું રટણ કર્યુ હતું.

શહેરમાં ડ્રગ્‍સના દૂષણને ડામવા સક્રિય થયેલી શહેર એસઓજીની ટીમે શનિવાર અને રવિવારે ગાંજાના જથ્‍થા સાથે બે શખ્‍સને પકડયા બાદ ગત સાંજે એમડી સાથે મનોજ દેસાણીને પકડી લીધો હતો. આ શખસ  સોરઠીયાવાડી બગીચા પાસે ઉભો હોવાની બાતમી પરથી સકંજામાં લઇ તલાસી લેતાં તેના  કબ્‍જામાંથી ૮.૦૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ મળી  આવ્‍યું હતું. જેની કિમત એસઓજીએ રૂ. ૮૦,૪૦૦ ગણી હતી. બે મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. ૯૦,૬૦૦નો મુદ્દામાલ જપ્‍ત કરી ભક્‍તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો. એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્‍યું હતું કે મનોજ મજૂરી કામ કરે છે. તે ડ્રગ્‍સનો બંધાણી થઇ ગયો હતો. જેના ખર્ચા કાઢવા માટે  પેડલર બની ગયો હતો. મેફેડ્રોન ડ્રગ્‍સ મુંબઇથી લઇ આવ્‍યાનું કહી રહ્યો હોઇ અને  આ અગાઉ પણ બેથી ત્રણ ખેપ માર્યાનું કહી રહ્યો હોઇ વિશેષ તપાસ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા અને તેની ટીમે હાથ ધરી છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ ગોહિલ, મહાવીરસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, દિગ્‍વીજયસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, કોન્‍સ. મોનાબેન બુસા, ડ્રા.હેડકોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ રહેવરે આ કામગીરી કરી હતી

(3:17 PM IST)