<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

મહત્વના સમાચારો ઉડતી નજરે

* દહેગામના ઝાંંક ગામની હોસ્ટેલના ૨૦૦ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતા ગાંધીનગર સિવિલમાં ખસેડ્યા છે, જમ્યા પછી આંખે ઓછું દેખાવું અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. કલેકટર શ્રી મેહુલ દવે દોડી ગયા હતા. વિદ્યાર્થીઓને મળ્યા હતા અને સારવારની વિગતો મેળવી હતી 

* ઇઝરાયેલનો ગાઝા ઉપર રોજે રોજ હવાઈ હુમલો અને ગોળીબારો, વધુ ૭૪ના મોત 

* તેલંગાણા ફાર્મા પ્લાન્ટ વિસ્ફોટ ઘટનામાં મૃત્યુ આંક વધીને ૩૪ થયો

* ૨૦૨૩ પછી ફરી એક વખત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઉપર સાઇબર હુમલો થયો છે 

* દરમિયાન અમેરિકા ઉપર પણ ઈરાન દ્વારા સાયબર હુમલાનો ખતરો તોળાઈ રહ્યો હોય ફેડરલ સાયબર સુરક્ષા અધિકારીઓએ સાવધ રહેવા ચેતવણી આપી છે 

* મેક્સિકોમાં કુલિયાકન શહેરમાં કાર્ટેલ હિંસાના ભાગરૂપે એક દિવસમાં ૨૦ હત્યા થયેલ છે ત્યારે વધુ ચાર લોકોના માથા કાપેલા મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે

 

(1:32 PM IST)